________________
શતક ૨૪મું ઃ ઉદ્દેશક-૧
૨૩ જઘન્યથી અન્તર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટથી પૂર્વકેટ અધિક પલ્યોપમને અસંખ્યાતમે ભાગ જાણ. જેમકે તે જીવ પહેલાં અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ હો, પછી રત્નપ્રભા નરકમાં ગયે, ત્યાંથી નીકળીને પાછે અસંજ્ઞી નહીં પણ સંજ્ઞિત્વને મેળવે છે તેથી ભવની અપેક્ષાએ બે ભવનો કાય સંબંધ જાણ અને કાળથી જઘન્ય કાયસંવેધ (સંબંધ) અન્તર્મુહૂર્ત આયુષ્યસહિત નરકની દશ હજાર વર્ષની સ્થિતિ અને ઉત્કૃષ્ટથી અસંજ્ઞીના પૂર્વ કેટિવર્ષ પ્રમાણુ ઉત્કૃષ્ટ આયુષ્ય સહિત રત્નપ્રભામાં પાપમનો અસંખ્યાતમે ભાગ જાણો.
આ પદ્ધતિના પ્રશ્નો ખૂબ વિસ્તારથી મૂળ પાઠમાંથી જાણી લેવા.
સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી પ્રશ્નને અને ઉત્તરે અસંસીની જેમ જાણવા. જેમકે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સાતે પૃથ્વીઓમાં જન્મે છે. તેમાં પહેલી નરકમાં જે ઉત્પન્ન થનારા છે તેમનું આયુષ્ય જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી સાગરોપમની મર્યાદા છે છ સંઘયણ અને શરીર પ્રમાણ જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી હજાર યોજન છે. છ સંસ્થાન, છ વેશ્યા, ત્રણ દષ્ટિ, ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન, ત્રણ યોગ, પાંચ સમુદુઘાત આદિ પૂર્વની માફક જાણવું.
મનુષ્યાવતારમાંથી જે નરકમાં જવાવાળા હોય છે તે સંજ્ઞી મનુષ્ય, સંખ્યાતા વર્ષાયુવાળા, પર્યાપ્તા તથા સાતે નરકેના દ્વારા તેમના માટે ઉઘાડા છે. જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા મનુષ્ય નરકમાં ઉત્પન્ન થાય છે. છ સંઘયણ, શરીર પ્રમાણ જઘન્ય અંગુલ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી