________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૫
પરિવાર તથા સ’સારની માયામાં અસારતાનુ ભાન કરાવવામાં પૂર્ણ સમથ છે, જે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે, અને જ્યારે મૂર્તિમાં કે ફોટામાં તીર્થંકરના આત્માનુ, તેમના કેવળજ્ઞાનનું તથા તેમના ઉપકારાનું આપણા આત્મામાં સાક્ષાત્કાર થાય છે ત્યારે તે પરમાત્માઓનુ દ્રવ્ય તથા ભાવપૂજન કરવાનું મન થાય તે માનવીય જીવનની સ્વાભાવિકતા છે. આ સ્વાભાવિકતા બનાવટી નથી કેમકે તિર્થંકર પરમાત્માની મૂર્ત્તિનું અથવા પેાતાને માન્ય પૂજ્ય ગુરુદેવાના ફોટાનાં સાન્નિધ્ય અને સામીપ્ય દ્વારા જેમ જેમ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના એકીભાવ થતા જાય છે ત્યારે આત્મામાં નવી જ જાગૃતિ થાય છે, જેને સૌ કોઈ અનુભવી શકે છે.
મૂર્તિમાં જડત્વ કે ચૈતન્યની સ્મૃતિ માનવના નહીં કેળવાયેલા કે કેળવાયેલા મન ઉપર આધારિત છે. મન િ કેળવાયેલું હશે, સુસંસ્કૃત હશે, ધાર્મિકતાના જિજ્ઞાસુ હશે તથા પૂર્વગ્રહના અભિશાપથી હજારો માઈલ દૂર હશે તે
સ્થાપના નિક્ષેપ વડે સત્ર તેને ચૈતન્યના જ દર્શન થવા પામશે અને નહી કેળવાયેલા કે પૂર્વગ્રહના પાપે જ્ઞાનમૂઢ અનેલાને સર્વત્ર જડત્વનું ભાન થશે.
Į
સાંસારિક જીવનમાં માનવ ગમે તેવા હાંશીયાર કે સાવધાન હાય તા પણ ભૂલવું ન જોઇએ કે તે છદ્મસ્થ છે અને છદ્મસ્થમાં રાગાતિકતા, દ્વેષાતિરકતા, માયાતિરેકતા કે પ્રપ’ચાતિકતા આદિ દ્વેષના ભરમાર હાય છે, તેવી સ્થિતિમાં નિરાલંબન ધ્યાનના દાવા રાખવા નરી અજ્ઞાનતા છે, કારણકે-પેાતાના મનને પરમાત્માની ભક્તિમાં રસતરમેળ કરવું ભલભલા યાગીઓને માટે પણ કપરૂ કામ છે. તેથી સૌને માટે એટલે કે ચેાથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા ગૃહસ્થાને કે