________________
પપદ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મુનિરાજેને માટે પણ પરમાત્માના ચરણોમાં બેસીને કરેલા કે સેવેલા અપરાધેની માફી માંગવી અને વીતરાગતાનું ધ્યાન કરવું.
ઉપરોક્ત રીતે ચોપડી કે તાડપત્રમાં રહેલા અક્ષરે જડ છે, તેમાં કહેવાપણું નથી, તે પણ ભૂલવું ન જોઈએ કેતે દ્વારા આત્મામાં જાગૃતિ આવે છે. વૈરાગ્ય આવે છે, અને સંસારની માયામાં રહેવા છતાં પણ તેની અસારતાને ખ્યાલ પણ આવે છે. આમાં જડને પ્રત્યક્ષ ચમત્કાર જે સાફ સાફ દેખાઈ રહ્યો છે, તેને ઈન્કાર કઈ રીતે કરાશે? માટે જ આત્મીય જ્ઞાનનું મૂળ કારણ દ્રવ્યશ્રુત જ છે. આવી સ્થિતિમાં દ્રવ્યજ્ઞાનને કે તેની અધિષ્ઠાત્રી દેવીને સ્મૃતિમાં લાવવી તે જૈન શાસનને માન્ય છે.
શારીરિક દષ્ટિએ કમર માણસની સામે રાણા પ્રતાપની તસ્વીર આવતાં જ તેમનામાં વીર રસને સંચાર થયા વિના રહેતું નથી. માવડીના ફેટામાં ભક્તિને પ્રાદુર્ભાવ થાય છે. અને પ્રાણ પ્યારી, મનમેહિની સ્ત્રીની પ્રતિકૃતિને જોતા જ આંખોમાં શૃંગારરસને ચમત્કાર સર્જાયા વિના રહેતું નથી.
આ કારણે જ આપણું સરળ, પૂર્વગ્રહ વિનાનું અને મિથ્યાત્વના ચક્રોવે નહીં ચઢેલું મન કહી આપે છે કે માનવ ચાહે યેગી હોય કે જ્ઞાની હોય, તપસ્વી હોય કે ઉધે માથે લટકનારા અવધૂત હોય તે પણ સમયે સમયે તેમનામાં થતાં વિકારિક કે સંચારિત ભામાં જડનું જ કારણ છે, માટે અશુભ આકારે, મૂર્તિઓ કે ફેટાઓને ત્યાગ કરીને માનસિક જીવનને શુદ્ધ બનાવે તેવા ફેટાઓ, મૂર્તિઓ કે પુસ્તકોની ઉપાસના અવશ્ય કરવી, તેમાં જ સૌનું હિત સમાયેલું છે.