________________
તે
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૩ જાતને નિર્ણય કરવામાં અસમર્થ છે, તેથી પિતાની અનિશ્ચિતતાના કારણે તે કંઈ પણ કરવા કે સમજવા માંગતે નથી, તે પણ તેને અમુક સમયે કે પરિસ્થિતિમાં સંસારની માયાની ભયંકરતા સતાવ્યા વિના રહેતી નથી. માતાપિતાને કે ધર્મ પત્નીને દિવંગત થયે દશ વર્ષ વિતી ગયા હોય અને ક્યારે પણ તેમની મીઠી મધુરી સ્મૃતિ પણ સતાવતી ન હોય, તે પણ ક્યારેક અગમ્ય કારણે, કેમકે વ્યક્તિ વિશેષને માટે પણ સંસાર એકસરખે કેઈને રહ્યો નથી. આજને ભૂલાઈ ગયેલે માનવ આવતીકાલે સ્મૃતિપટ પર આવ્યા વિના રહેતું નથી. તે સમયે આપણું સૌની વિહલતાને પાર રહેતું નથી, તેને દૂર કરવા માટે આજ સુધી જેની ઈચ્છા પણ કરી નથી તે માતાપિતા કે ધર્મપત્નીનું ચિત્ર બનાવવાની પ્રેરણું જોરદાર થાય છે અને તે મુજબ તેમના ચિત્રોને તૈયાર કરાવીને ઘેર લાવે છે અને સારા સ્થાને મૂકે છે. ત્યાર પછી તેમના ગુણેને તથા અનહદ ઉપકારને યાદ કરીને તે ફેટને નમે છે, પૂજે છે, તેમની આગળ નૈવેદ્ય મૂકે છે, ઘીને દી કરે છે, ધૂપ કરે છે અને છેવટે હર્ષવિભેર બનીને તેમની આગળ નાચે છે, કૂદે છે અને તેમની આગળ તેમના ગુણગાન કરે છે. ધર્મ પત્નીના ફેટાને જોઈ તેની સેવા યાદ કરે છે, ગુણેને સ્મૃતિમાં લાવે છે અને અવસર આવ્યે આંખોમાંથી પાણી પણ ટપકાવી મૂકે છે. ઉપર પ્રમાણે આપણું આત્મામાં હર્ષ અને શેકની લાગણીને ઉત્પન્ન કરાવવાની તાકાત જડમાં પ્રત્યક્ષ દેખાઈ રહી છે, તેમજ ધર્મપત્ની સાથે તેફાન મસ્તીમાં વીતાવેલી રાત્રિએની સ્મૃતિ કરાવી માણસને પાગલ બનાવવાની શક્તિ પણ સ્ત્રીના ફેટામાં છે.
- જે વસ્તુ પર માણસની જેવા પ્રકારની માયા હેય છે તેમાં તે માણસના ભાવમાં પણ ચોક્કસ ફેરફાર થયા વિના રહેતા નથી..