________________
૫૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ઋષભદેવ પરમાત્માના પુત્ર નમિ તથા વિનમિને ઈન્દ્ર મહારાજે હજારે વિદ્યાઓ આપી છે અને તે તે વિદ્યાઓની આરાધના કરીને તેઓ વિદ્યાધર કહેવાયા છે. તે વિદ્યાદેવીએમાં રોહિણી, પ્રાપ્તિ, વાશંખલા, વકુશી, અપ્રતિચકા, પુરૂષદત્તા, કાલી, મહાકાલી, ગેરી, ગાંધારી, સર્વે શસ્ત્રોને ધરનારી મહાવાલા, માનવી, વૈરોચ્યા, અછુપ્તા, માનસી, મહામાનની આ સેળ વિદ્યાદેવીએ શાસ્ત્રસંમત છે, જેમની આરાધનાથી સાધક જુદી જુદી વિદ્યાઓને પ્રાપ્ત કરનારે બનવા પામ્યું છે. તેમ છતાં પણ જ્યારે તેમની આત્મસાધના ખૂબ આગળ વધી છે ત્યારે પિતાના પુરૂષાર્થબળે જ તે સાધકે એ કેવળજ્ઞાન મેળવ્યું છે.
આ સૂત્રના લેખક મહાશય શ્રુતદેવી પાસેથી પિતાના મતિ અજ્ઞાનના નાશ થવાની માંગણી કરે છે. કેમકે ગુરુદેવના ચરણમાં ચાહે ગમે તેટલું કૃતજ્ઞાન કે મતિજ્ઞાન મેળવી શક્યાં હઈશું તે પણ બીજાઓને ઉપસર્ગ આપણને નડે કે ન નડે તે પણ આત્મામાં રહેલું ઢગલાબંધ મતિજ્ઞાનાવરણીય તથા શ્રુતજ્ઞાનાવરણીય કર્મ જ આપણું દુશ્મન બનેલું છે, જેને કારણે કયા સમયે મતિઅજ્ઞાન કે શ્રુતજ્ઞાન વિશ્વાસઘાત કરશે તે કહેવું મુશ્કેલ છે, તેથી તે અજ્ઞાન કમજોર પડે તે માટે શ્રુતદેવીની સહાયતા સ્વીકારવામાં વધે નથી.
પુસ્તકોમાં લખેલા અક્ષરે શું જડ ન કહેવાય?
જડ અને ચૈતન્યનું મિશ્રણ જ સંસાર હેવાથી જડની અસર વિના ચૈતન્ય નથી અને ચૈતન્યની અસર જડ ઉપર પડતાં તેમાં જુદી જુદી જાતના ફેરફારે ચેકસ દેખાઈ રહ્યાં છે. જડના પ્રભાવમાં આત્મા ફસાયેલો હોવાથી બહુલતાએ આત્મા બ્રાન્ત છે, અજ્ઞાન છે, અવિવેકી, અવિનયી અને પિતાની