________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૧
કરી છે. તથા જૈન સમાજના પ્રત્યેક સપ્રદાયના પુસ્તકમાં સરસ્વતી માતાના મંત્રા, જંત્રા તથા તંત્રા પ્રસિદ્ધ થયેલા છે.
જ્ઞાનાવરણીય કર્મોના નાશ કરનાર કાણુ ?
પેાતાના મલિન અધ્યવસાયે વડે, આત્માનું સઘળુ તંત્ર જ્યારે મિથ્યાત્વ, માહુ, કામ, ક્રોધ અને સસારની માયામાં મસ્તાન બને છે, ત્યારે જીવ સ્વયમેવ જ્ઞાનાવરણી કર્મનું ઉપાર્જન કરે છે, માટે તેના ક્ષય કરનાર પણ આત્મા જ છે. તે જ્યારે સમ્યક્વાસી બનીને પોતાના આત્મીય દોષાનું જોર દબાવનાર બનશે, ત્યારે પોતે જ પાતાના કર્માંના ક્ષય કરનાર બનવા પામશે. આ સત્ય હકિકત હાવા છતાં પણ આંધળા માણસને જેમ લાકડીના ટેકાની જરૂરત પડે છે, ઉપરના મેડા ઉપરથી નીચે આવનારાને કઠોડા કે દારડુ' પકડવાનુ રહે છે, તેમ આજે આપણા સૌનું સંઘયણુ મળ−જ્ઞાનબળ કમોર હાવાના કારણે સમ્યગ્દષ્ટિ સમ્પન્ન સરસ્વતીદેવીની સહાયતા સ્વીકાર્ય બને છે. સંસારમાં ઘણા માણસાને આપણે જોઇએ છીએ કે અમુક પ્રસંગેામાં પોતે સમ હેાવા છતાં પણુ પારકાની સહાયતા જ તેમના માટે સિદ્ધિનુ કારણ બને છે, તેમ જીવાત્માએ કરેલા કમે કયા સમયે કેવા ઉપસર્યાં કરનારા બનશે તેની ખખર કેાઈને હાતી નથી. તેથી સમ્યગ્દષ્ટિ દેવી દેવાની સહાયતાની ઇચ્છા કરતા સાધક આવનારા ઉપસર્વાંથી રહિત બનીને, પેાતાની સાધનામાં દિન-પ્રતિક્રિન આગળ વધત રહે છે. જ્યાં સુધી જીવાત્મામાં તેવા પ્રકારની આત્મિક શક્તિના વિકાસ સધાયે હાતા નથી ત્યાં સુધી આપણા પૂર્વજ આચાય ભગવ'તાએ પણ શાસનદેવ કે શ્રુતદેવતાની સહાયતા લીધી જ છે. આ કારણે જ અગણિત આચાય' ભગવંતે જૈન શાસનની તથા સમાજની અભૂતપૂર્વ સેવા કરી શકયાં છે.