________________
૫૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અર્થ –કમળના પાંદડાની જેવી વિસ્તૃત એટલે લાંબી આંખવાળી, વિકસિત કમળ સમાન મુખવાળી, કમળને મધ્ય ભાગ અર્થાત્ દાંડીની ઉપરની છાલ ઉતાર્યા પછી તેને ગર્ભ ખૂબ જ ગૌર વર્ણવાળું હોય છે, તે પ્રમાણે શ્રુતદેવતા પણ ઘણા જ ઉજજવલા છે તથા કમળની ઉપર બિરાજમાન થયેલા છે, તે શ્રત દેવી, સરસ્વતી દેવી અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયક બને.
જળને કલ્લોલ(તરંગો)થી મૂળ સુધી કંપાયમાન તથા પરાગની સુગંધથી મસ્ત બની ચારે તરફ ઝંકાર (ગુંજારવ) કરતાં ભમરાઓથી શોભાયમાન એવા કમળપત્ર ઉપર આવેલા ભવનમાં વસનારી, કાંતિપુંજ (શરીરની દેદીપ્યમાન કાંતિ) વડે દિવ્યરૂપને ધારણ કરનારી, હાથમાં સુંદર કમળને ધરનારી, ગળામાં પહેરેલા ભવ્ય હાર વડે દિવ્ય સ્વરૂપે દેખાવ કરનારી, અને દ્વાદશાંગી વાણીની અધિષ્ઠાત્રી હે મૃતદેવી! મને સંસારથી પાર કરાવવામાં મૌલિક કારણ, તેવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વડે પ્રાપ્ત થનારા મેનું વરદાન આપે.
(સંસારદાવાની ચેથી સ્તુતિ) કુંદના પુષ્પ, ચન્દ્રમા, ગાયનું દૂધ અને બરફ જેવા સફેદ વર્ણવાળી, કમળના પુષ્પ પર બેઠેલી, એક હાથમાં કમળ, તથા બીજા હાથમાં પુસ્તક રાખનારી, અમારી સ્તુતિથી પ્રસન્ન થયેલા સરસ્વતીદેવી અમારા સુખને માટે થાઓ.
(કલ્યાણકદની ચોથી થઈ) (કુંદ અને ગિરાના પુષ્પ એક સમાન હોવા છતાં પણ મોગરાના પુષ્પ કરતાં કુંદના પુષ્પો ઘણા જ સફેદ હોય છે.)
ઇત્યાદિ અગણિત જૈનાચાર્યોએ સરસ્વતી માતાની હતુતિ