________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૪૯ કેવળજ્ઞાન ન મેળવી શક્યો તેથી તે રસ્તે ચાલનારા, સમ્યગ્નજ્ઞાનની ઉપાસના કરનારા, જીવમાત્રનું હિત ચિંતવનારા જીવાત્માઓના સમ્યજ્ઞાનની વૃદ્ધિ અર્થે સહાયક બનું તે આશય રાખીને દેવગતિમાં આવનારા જીવે છે તે વિષયના અધિષ્ઠાતા બને છે અને ભવ્ય જીને મદદ કરે છે. ખરાબ પદાર્થોની પણ રક્ષા કરનારા અધિષ્ઠાત્રી દેવે તથા દેવીએ હોય છે, તે પછી સમ્યજ્ઞાનની પણ અધિષ્ઠાતા દેવી કે દેવ હોય તે આબાલ-ગોપાલને માની શકાય તેવી હકિકત છે.
પ્રત્યેક તીર્થંકર પરમાત્માના શાસને પાસકેની રક્ષિકા અધિષ્ઠાત્રી દેવી તથા દેવ હોય છે. “નમો અરિહંતાણં' પદની તથા “નમે સિદ્ધાણં' પદ આદિની પણ અધિષ્ઠાત્રીઓ જુદી જુદી હોય છે. તેવી રીતે અરિહંત પ્રરૂપિત શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી પણ સૌને માન્ય હોવાથી ભગવતીસૂત્રના અંતમાં તે દેવીની પ્રાર્થના કરવી સુસંગત છે. પ્રતિક્રમણ જેવી ભાવ આધ્યાત્મિક ક્રિયામાં પણ એક નવકારનું ધ્યાન કરીને તદેવીનું સ્મરણ કરવામાં આવ્યું છે. જેમકે :
सुअदेवया भगवइ, नाणावरणीय कम्मसंघाय । तेसिं खवेउ सययं, जेसिं सुअसायरे भत्तो ।
અર્થ-જે ભાગ્યશાળીઓની સમ્યમ્ શ્રુતજ્ઞાનરૂપી સાગર ઉપર અતૂટ શ્રદ્ધા છે અને પ્રતિસમય, પ્રતિદિવસ જેઓ શ્રત જ્ઞાનની વૃદ્ધિ માટે પ્રયત્ન કરનાર છે, તેઓને વિન્ન કરનારા જ્ઞાનાવરણીય કર્મની હાનિ થાય તે માટે હે કૃતદેવી! તમે મારા સહાયક બને. कमल दल विपुल नयना, कमल मुखी कमल गर्भ समा गौरी । कमले स्थिता भगवती, ददातु श्रुतदेवता सिद्धिम् ।।
. (સાધ્વીઓને બેસવાની સ્તુતિ)