________________
૫૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપર પ્રમાણેની દ્વાદશાંગી છે. વર્ણવેલી પદોની સંખ્યામાં કાળબળે વધઘટ થવા પામી છે.
(પં. બેચરદાસ સંપાદિત ભગવતીસૂત્રમાંથી) જેના પઠનથી, શ્રવણથી, મનનથી, નિદિધ્યાસનથી આત્મામાં રહેલા અનાદિકાળના કષાયભાવેનું ઉપશમન, વૈષયિકભાવેનું દમન, ઔદયિકભાવનું નિરસન થઈને આત્મામાં પરમ શાંતિ, સમાધિ જેનાથી થાય તે આગમ છે, સમ્યગજ્ઞાન, સમ્યક્ તપ છે.
ગ્રંથની સમાપ્તિ સમયે દ્વાદશાંગીને પણ વંદન કરવામાં આવ્યું છે. મૃતદેવી મારા મતિઅજ્ઞાનને નાશ કરનારા થાઓ :
કાચબાની જેમ સુંદર છે ચરણકમળ જેના અને નહીં ચેલાયેલા (નિમંળ) કરંટ વૃક્ષની કળી જેવી મૃતદેવી, વાદેવી, સરસ્વતીદેવી, શારદાદેવી મારામાં રહેલ મતિઅજ્ઞાનને નાશ કરનારા થાઓ.
શરીરના વર્ણન સાથે શ્રુતદેવી પાસે અજ્ઞાન નાશની યાચના જ્યારે કરવામાં આવી છે, ત્યારે તે મૃતદેવીની વિદ્યમાનતામાં શંકા કરવાને કંઈ પણ અર્થ નથી.
સાંસારિક રાગતિક તથા શ્રેષાતિરેકના કારણે દેવભૂમિને પ્રાપ્ત કરેલા દેવે ત્યાં રહીને પણ માનવસમાજ તથા પશુ . સમાજનું ભલું-ભૂંડુ કરી શકતા હોય છે. તથાપિ સમ્યગ્દષ્ટિ સમ્પન્ન અલ્પાશે કે સર્વશે વિરતિધરે તથા રોમેરોમમાં અહિંસા-સંયમ અને ધર્મની આરાધના કરનારાઓ પ્રત્યે પ્રીતિ રાખનારાઓ તથા મૃત્યુ સમયે પણ હું આ ભવમાં