________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૪૧ બેસીને પરમાત્માનું એક એક વચન પ્રમાદ વિના જે સાંભળ્યું હતું તે તને કહું છું.” આમ કહીને ભગવાન પાસે સાંભળેલું બધુ જ શ્રુતજ્ઞાન જબૂસ્વામીને કહે છે, માટે જ આનું નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ” સાર્થક છે.
(૨) વિવિધ અર્થાત્ વિશેષ પ્રકારે જે શ્રુતજ્ઞાન તીર્થકરે દ્વારા કહેવાયું છે, તે પદાર્થોની વૃત્તિઓનું જેમાં કથન કરાયેલું છે, તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે. સારાંશ કે-અભિલાય અને અનભિલાષ્ય રૂપે પદાર્થો બે પ્રકારના છે, યદ્યપિ કેવળીભગવંતે માટે કઈ પણ પદાર્થ અનભિલાખ હેતે નથી, તે પણ તેમની આયુષ્ય મર્યાદા ટૂંકી હોવાથી અને પદાર્થો અનંતાનંત હોવાથી જે પદાર્થોને તીર્થ કરે પણ કહી શકતા નથી જેમકે કંઈક ન્યૂન એક લાખપૂર્વના કેવળી શ્રી ઋષભદેવને માટે પણ અમુક પદાર્થો અનભિલા હતાં, તે પછી કેવળ ત્રીશ વર્ષના કેવળી પર્યાયવાળા મહાવીરસ્વામીને માટે પણ અનભિલાપ્ય રહેવા પામે તેમાં શું આશ્ચર્ય ! અને આઠ વર્ષ સુધીના કેવળીપર્યાયવાળા સુધર્માસ્વામીજી બધાય પદાર્થોને, જમ્મુ સ્વામીને શી રીતે કહી શકવાના હતાં? પોતાના કેવળજ્ઞાન વડે અમુક અમુક પદાર્થો તીર્થકરોને માટે પણ અય કે અપ્રરૂપણીય હોય તે અર્થ અનભિલાને કોઈ કાળે કરવાને નથી જ, પરંતુ પ્રત્યેક પદાર્થનું પ્રરૂપણ કમશઃ થતું હોવાથી અને આયુષ્ય મર્યાદા ટૂંકી હેવાથી જે પદાર્થોનું વર્ણન કરી શકવા જેટલી ક્ષમતા નથી હતી તે પદાર્થો અનભિલાપ્ય છે. અથવા અષભદેવને જે અનભિલાપ્ય હતું તે મહાવીર સ્વામીને માટે અનભિલાય રહેતું નથી. કેમકે દ્રવ્ય માત્રને અને તેમાં રહેલા અનંત પર્યાના ભૂત, ભવિષ્ય તથા વર્તમાન સ્વરૂપને બધાય તીર્થકર એક સમાન જ જોઈ શકે છે અને પ્રરૂપી