________________
૫૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે?
(૧) આમાં “વિ. આ, ખ્યા, પ્ર અને જ્ઞપ્તિ શબ્દને સમાસ છે, બધાઓને અર્થ ટીકાકાર રીતિએ જ કરીએ. “વિ” અર્થત-વિશેષ પ્રકારે જૂદા જૂદા પ્રકારે.
આને અર્થ અભિવિધિ કે મર્યાદા થાય છે. અભિવિધિ એટલે અમુક પ્રકારે સંપૂર્ણ રેય પદાર્થોની વ્યાપ્તિ જેમાં રહેલી છે. અથવા મર્યાદા એટલે પરસ્પર અસંકીર્ણ –વિશાળ (હેત્વાભાસાદિ દેષરહિત) લક્ષણે વડે જેમાં તેનું પ્રતિપાદન કરાયું છે.
“ખ્યા” એટલે કથન. જૂદા જૂદા પ્રકારે જીવ, અજીવ આદિ દ્રવ્યનું, પર્યાનું કથન.
પ્ર” પ્રકૃષ્ટતાપૂર્વક એટલે કે, જે કથનમાં કઈ જાતનો સંશય, વિપર્યય, કે અનધ્યવસાય આદિ દેષ (બાધ) નથી.
“જ્ઞપ્તિ” એટલે પ્રતિપાદન.
ઉપર પ્રમાણેના શબ્દોને સામૂહિક અર્થ આ છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીએ, ગૌતમ ગણધરાદિ શિષ્યએ પૂછેલા પદાર્થોને નિર્ણય અર્થાત્ પ્રતિપાદન કરેલી વ્યાખ્યાઓ અને તેમનું પ્રરૂપણ શ્રીમાન પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ પિતાના મુખ્ય શિષ્ય શ્રી જખ્ખસ્વામીને જેમાં કહેલું છે તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહેવાય છે.
આગમની રચનાની પદ્ધતિ આ પ્રમાણે છે. “આર્ય. સુધર્માસ્વામી પિતાના મુખ્ય પટ્ટધર શ્રી જખ્ખસ્વામીને કહે છે કે-“હે આયુષ્યમાન ! જમ્બુ! પોતે જ સમવસરણમાં