________________
, ( ર નહીં લાગનું દ્ર
જોઈએ તે
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૩૯ છે. આચાર્ય, ઉપાધ્યાય કે મુનિ માત્રનું વ્યાખ્યાનશ્રવણ કે પુસ્તક શ્રાવકને માટે દ્રવ્યક્ષત જ છે. સમજી શકાય તેવી વાત છે કે પાંચ મિનિટ પહેલાં જે દ્રવ્યશ્રત હતું તે બીજા સમયે ભાવકૃતનું સ્વરૂપ સ્વીકારી લે છે. બેશક ! તેને ભાવકૃત તરીકે પરિણત કરવાની તાકાત સાધકને કેળવ્યા વિના છુટકે નથી. યદિ સાધક તે શક્તિને કેળવશે, મનન શક્તિ વધારશે, મતિજ્ઞાનમાં કામ, ક્રોધ, લોભ, પ્રપંચ આદિને અવરોધ કરવા સમર્થ બનશે, તે તે સાધકને માટે આજનું દ્રવ્યદ્ભુત આવતી કાલે ભાવકૃત બનતા વાર નહીં લાગે. અન્યથા ગમે તેટલા આગમે, પાઠ, સૂક્તો. વ્યાખ્યાને અને પુસ્તકેથી પણ જોઈએ તેટલે લાભ મેળવી શકાશે નહીં. તેથી ભાવશ્રતને પ્રાપ્ત કરવામાં દ્રવ્યશ્રુત જ મૌલિક કારણ હોવાથી, ભાવશ્રુત જેમ મન, વચન અને કાયાથી વંદનીય છે તેવી રીતે દ્રવ્યશ્રત પણ અવશ્ય વંદનીય બનશે. આ કારણે જ જે પુસ્તકથી તત્ત્વજ્ઞાન મેળવવું છે, તે પુસ્તકની આશાતના, હીલના કે અપભ્રાજના કરાતી નથી. પરંતુ આ સત્ય હકિકત સમજવામાં ભૂલ ખાધેલી હોવાનું પરિણામ એ આવ્યું કેઘી, તેલ, વગાર આદિના ચિક્કણું પાત્રને પણ અખબારના કાગળોથી સાફ કરવાની ધૃષ્ટતા વધવા પામી છે, જે ગૃહસ્થને પણ હીલના કરવાનું કારણ બને છે. માટે દ્રવ્યશ્રુત ચાહે ગમે ત્યાં લખાયેલું હોય તેની આશાતના પાપ જ છે.
દ્રવ્યપૂજકેમાંથી ૮૦, ૯૦ ટકા માનવે ભાવપૂજક બનવા પામે છે જ્યારે દ્રવ્યપૂજા, ક્રિયા કે શ્રુતને તિરસ્કાર કરનારાઓ, સેંકડોમાં ૮૦, ૯૦ ટકા સાવ નિષ્ફળ, કેરા ધાનેર જેવા, ગંગ ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ જેવા જ હોય છે.