________________
૫૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
6
ઉતારા. કઈક ચાલીને આવ્યા તેના તથા ભવ ભવાંતરમાં રખડપટ્ટી કરતા લાગેલા થાકને પણ ઉતારી નાખો. ઇન્દ્રભૂતિ આ પ્રમાણે ચાંદીની ઘંટડી જેવા અને હૈયાના ઉંડાણમાંથી પ્રેમથી ભરેલા વચનેને સાંભળીને જ ઇન્દ્રભૂતિના માનરૂપી પતના આઠે આઠ શિખરા ડોલવા લાગ્યા. તેમાંથી એક પછી એક જાતિમદના, કુળમદના, વિદ્યામદના, રૂપમદના, ઐશ્વ મદ આદિના પત્થરાએ ઢળતા ગયા અને ઇન્દ્રભૂતિનુ મન પ્રભુના ચરણે ઝૂકવા તૈયાર થઇ ગયું. ત્યાર પછી દયાના સાગર પરમાત્માએ કહ્યું કે, હે ગૌતમ! તમે આવા મેાટા પંડિત થયા છે પરંતુ જીવ છે કે નહીં? ' આ વિષયની શકા તમારા આંતર જીવનમાં તમને હેરાન પરેશાન કરી રહી છે તે સત્ય છે કે નહીં? પછી તા વેઢાના સત્ય અથ દ્વારા પ્રભુએ ઇન્દ્રભૂતિને શંકા રહિત કર્યાં અને તે પડિતના મન— વચન-કાયા, તેમનાં બ્રાહ્મણુકમ, જનેાઇ, ખડાઉ, પીતામ્બરો, નીલામ્બરા, ચેાટલીએ, ટીલા-ટપકાંઓ વગેરે મહાવીરસ્વામીના ચરણામાં મૂકાઈ ગયા અને ઇન્દ્રભૂતિએ પેાતાના શિષ્યા સાથે શ્રમધર્મ સ્વીકાર કર્યાં. ભવભવાંતરના સ્નેહ સંબંધની માયાના કારણે ગૌતમસ્વામીજી વિશ્વાસપાત્ર, સઘના અધિનાયક, જીવમાત્રમાં દયાબુદ્ધિને ધારણ કરનારા તથા પેાતાની જ્ઞાનલબ્ધિએ વડે જીવાત્માએને સમ્યગ્માગ દેખાડનારા સૌથી પ્રથમ શિષ્ય હતાં. પેાતે ચાર જ્ઞાનના માલિક હતાં તે પણ પ્રભુના વચને તેમને માટે શ્રધ્યેય રહ્યાં. ત્રીશ વર્ષ સુધી મહાવીરદેવની સેવામાં રહ્યાં અને જન્મથી એંશી વર્ષની ઉંમર થઈ ત્યારે મહાવીરસ્વામીના નિર્વાણ પછી તત્કાળ જ કાર્તિક સુદિ ૧ના મંગળ પ્રભાત પહેલા કેવળજ્ઞાનના માલિક બન્યા. ખાર વર્ષ સુધી કેવળી પર્યાયમાં વિચર્યાં અને ૯૨ વર્ષોંની ઉંમરે નિર્વાણ પામ્યા.