________________
થતક ૪૧મુ′ : ઉદ્દેશક-૨
૫૩૫
( ૨ ) અગ્નિભૂતિ નામે બીજા ગણધર હતાં. ૪૬ વ સુધી ગૃહવાસમાં રહીને દીક્ષિત થયા અને સ'યમના ૧૨ વષે કેવળી બન્યા, ૧૬ વર્ષ સુધી કેવળી પર્યાયમાં વિચર્યાં અને મહાવીર પહેલાં જ નિર્વાણ પામ્યા.
( ૩ ) વાયુભૂતિ નામે ત્રીજા ગણધર હતાં. જન્મથી ૪૨ વષે દીક્ષિત થયા, ૧૦ વર્ષ સુધી છદ્મસ્થ રહીને કેવળી બન્યા, ૧૮ વર્ષ સુધી કેવળી પર્યાયમાં વિચર્યાં અને પ્રભુની પહેલાં નિર્વાણુ પામ્યા.
(આ ત્રણે ગણધરો સગા ભાઇએ હતાં. )
( ૪ ) વ્યક્ત નામે ચેાથા ગણધર હતાં, કલ્લાક સન્નિવેષના રહેવાસી ધનમિત્ર અને વારૂણી દંપતીના પુત્ર હતાં, ભારદ્વાજ ગેાત્ર હતું. જીવનના ૫૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યાં, ૧૨ વર્ષ સુધી છદ્મસ્થ રહીને કેવળી અન્યા, ૧૮ વર્ષ સુધી કેવળી પર્યાયમાં વિહર્યાં અને મહાવીર પહેલાં જ માક્ષે પધાર્યાં.
(૫) સુધર્મા નામે પાંચમા ગણધર હતાં, કલ્લાક સન્નિવેષ ગામમાં ધમ્મિલ અને લિા 'પતીના પુત્ર હતાં, અગ્નિવૈશ્યાયન ગોત્રના હતાં, જન્મથી ૫૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યાં, ત્યારપછી દ્વીક્ષિત થયા અને ૪૨ વર્ષ સુધી છદ્મસ્થ રહ્યાં, ૮ વ કેવળી પર્યાયમાં વિચર્યાં અને ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂ કરીને મહાવીરસ્વામી પછી નિર્વાણ પામ્યા.
( ૬ ) મડિત નામે છઠ્ઠા ગણધર હતાં, મૌરિક સન્નિવેષના ધનદેવ અને વિજયા દ'પતીના પુત્ર હતાં, વાસિષ્ઠ ગેાત્ર હતુ, ૫૩ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યાં, ૧૪ વર્ષ છદ્મસ્થ રહ્યાં, ૧૬ વર્ષ કેવળી પર્યાયમાં વિચર્યાં અને ૮૩ વર્ષનું આયુ પૂ કરીને નિર્વાણુ પામ્યા.