________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૩૧ સારાંશ કે વિપુલ જ્ઞાન જેમાં પાણી રૂપે છે, તપ અને નિયમ તથા વિવેક ભરતી રૂપે છે, તથા અનેક હેતુઓ મેટા વેગની જેમ છે, તે સંઘ સમુદ્ર હંમેશા જય પામે.
ગૌતમાદિ ગણધરને વન્દનાઃ
શતપ્રતિશત પુણ્યકર્મની સીમા તીર્થંકરના ચરણમાં સમાપ્ત થાય છે જ્યારે એક પૈસા જેટલું ઉતરતું પુણ્ય ગણધર ભગવંતેનું હોય છે, ત્યાર પછી ક્રમશઃ ઈન્દ્ર, વૈમાનિક દેવ, નાગકુમારદેવ, ચક્રવર્તી, વાસુદેવ, અને પ્રતિવાસુદેવ તથા રાજા, મહારાજાઓનું હોય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તરત જ તીર્થંકરનામકર્મને ઉદય થતાં તે પરમાત્માઓ સાતિશય તીર્થકર કહેવાય છે, ત્યારે ઈન્દ્રોના અચલ સિંહાસને પણ ચલાયમાન થાય છે અને કરોડોની સંખ્યામાં દેવ, દેવીઓ તથા ચેસઠ ઈન્દ્રો, તીર્થંકરપદને મહત્સવ કરે છે અને પહેલી દેશના પૂર્ણ થતાં ગણધરની રચના કર્યા પછી ચતુર્વિધ સંઘની રચના કરાય છે. તે ગણધર તીર્થંકર પરમાત્માઓના અ તેવાસી હોવાથી પ્રભુના શ્રીમુખે પ્રસારિત વાણીને એક એક અક્ષર પિતાના કર્ણગોચર કરે છે. પ્રત્યેક તીર્થકરને ગણધર સંખ્યા એક સમાન હોતી નથી. શ્રી ઋષભદેવને ગણધર ચેરાશી હતાં અને મહાવીરસ્વામીને અગ્યાર હતાં. સાધુ સમુદાય એક સ્થાને મળીને વાંચના સ્વીકારે તેને “ગણ” કહેવાય છે અને વાંચના આપનાર ગણધર રૂપે સંધાય છે. ગૌતમસ્વામી (ઇન્દ્રભૂતિ) સર્વ પ્રથમ ગણધર હતાં અને સુધર્માસ્વામીજી પાંચમા હતાં.