________________
૫૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેમાં સ્યાદ્વાદને વચ્ચે લાવવાની જરૂર નથી. તેથી જીવહિંસા પાપ જ છે, જૂઠ પાપ જ છે, ચેરી પાપ જ છે, મૈથુનભાવ પાપ જ છે અને પરિગ્રહ પાપ જ છે. આમાં પાપની ભાવના કાયમ રહેતા કેઈક સમયે તેને ત્યાગ પણ સુલભ બનશે.
આચારાંગ સૂત્રમાં જે આશ્રવ છે તે સંવર છે અને જે સંવર છે તે આશ્રવ છે.” આ વાક્ય તેવા પ્રકારની શરીરાદિ પરિસ્થિતિના કારણે કેવળ વિશિષ્ટતમ જ્ઞાનીઓને માટે જ જાણવી, જેમને ભાવ આશ્રવ મટી ગયા છે અને દ્રવ્ય આશ્રવ પણ મર્યાદિત છે. પરંતુ સર્વસામાન્ય માણસને આશ્રવ સંવર નથી બનતે કે સંવર આશ્રવ નથી બનતે.
સંધ સમુદ્રને જય હો
પ્રમાદ અને અતિચાર રહિત સમિતિ ગુપ્તિના આરાધક મુનિરાજે અને સાધ્વીજી મહારાજે તથા માર્ગનુસારી અને શ્રાવકગુણ વિશિષ્ટ બારવ્રતના ધારક શ્રાવક અને શ્રાવિકાઓ જેમાં છે તેને ચતુર્વિધ સંઘ કહેવાય છે. અથવા સંઘને તીર્થ પણ કહેવાય છે. બીજાને તારે તે તીર્થ છે. સંસારમાં ગાથાં ખાતા માનવને કેવળજ્ઞાનના માર્ગે લઈ જાય તે ભાવતીર્થને પણ સંઘ કહેવાય છે. આવા સંઘને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. સમુદ્રને જેમ ભરતી હાય, પાણી હોય અને વેગ પણ હોય છે, માટે જ સમુદ્ર રમણીય બનવા પામે છે. તેવી રીતે સંઘરૂપી સમુદ્રમાં પણ નિર્મળ સભ્ય જ્ઞાનરૂપી પાણી છે, પાણીની જેમ જ્ઞાન પણ વિપુલ છે. કેમ કે સંસારમાં દ્રવ્ય અનંત છે અને એક એક દ્રવ્યના પર્યાયે પણ અનંત છે, તે સૌને સ્પર્શ કરવાની તાકાત સમ્યગજ્ઞાન પાસે જ હોવાથી તેને વિપુલ કહેવામાં આવ્યું છે.