________________
પ૨૫
શતક ૪૧મું : ઉદ્દેશક-૨ મારી જેમ જે કઈ આસન્નભવી આત્મા આપશ્રીના ચરણકમળાને સ્વીકાર કરે છે તેમને મિથ્યાત્વને ભૂતડો હમેશાને માટે પલાયન થાય છે. હે પ્રભુ! આપશ્રીની અમૃતવાણું મને પણ ઈચ્છિત છે. જાણે આપશ્રીના ચરણેમાં બેઠે જ રહું અને આપશ્રીને સાંભળતા જ રહું. હે પ્રભુ! આપશ્રીની વાણી મને સ્વીકાર્ય છે. અર્થાત્ શંકા, આકાંક્ષા તથા વિચિકિત્સા રાખ્યા વિના જ તમારી વાણના શબ્દ શબ્દને હું સ્વીકાર કરું છું. કેમકે આપશ્રીની યથાર્થ વાણી સાંભળ્યા પછી બીજા કેઈને સાંભળવાનું મન થતું નથી. કેમકે તેઓ અરિહંત ન હેવાના કારણે રાગવશ, કેષવશ, સ્વાર્થવશ તથા ઋણાનુબ ધને વશ બનીને પણ પદાર્થોના યથાર્થને જાણી શકતા નથી, જોઈ શકતા નથી, પોતે જ સમજેલા ન હોવાથી બીજા કેઈને સમજાવી પણ શકતા નથી. માટે આપશ્રી દ્વાદશાંગીમાં સર્વ શ્રેષ્ઠ આ ભગવતીસૂત્રમાં તેની જે પ્રરૂપણ છે તે બીજે ક્યાય નથી. આ કારણે જ આપશ્રી વાણી સ્યાદ્વાદ મુદ્રાથી મુદ્રિત હેવાના કારણે તેમાં વિપર્યતા, સંશયિતા કે અનધ્યવસિતાના વિકરાળ દોષનું નામ નિશાન પણ નથી. તેથી જ આપશ્રીની નિર્દોષ, નિષ્કપટ અને અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, મહાતપસ્વી, યેગી, મહાગીઓની વાણી કરતાં પણ સર્વશ્રેષ્ઠ અમૃતવાણીનું પાન કરીને છ ખંડના ભેતા ચક્રવર્તીએ પણ આપશ્રીના શાસનને પામીને કૃતકૃત્ય બન્યા છે. તે ઉપરાંત બીજા પણ અગણિત જીવાત્માઓ મુફત બન્યા, બુદ્ધ બન્યા અને મેક્ષના અનંત સુખના માલિક બન્યા છે. આ પ્રમાણે દેવાધિદેવ, તીર્થકર શ્રી મહાવીરસ્વામીને સ્તવીને, વંદન તથા પુનઃ પુનઃ નમન કરીને ગૌતમસ્વામીજી પોતાના સ્થાને આવ્યા.
ત્રીશ વર્ષની અખંડ ઉપાસના હોવા છતાં પણ પિતાના