________________
૫૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આરાધ્ય દેવ પ્રત્યે શુદ્ધતમ પ્રેમ હોવાના કારણે ગૌતમસ્વામી કેવળજ્ઞાનના માલિક બનવા સમર્થ બની શક્યા નથી, માટે જ પિતાને એકેય સમયને પણ પ્રમાદ નડવા ન પામે, સંસારના એકેય માયા સ્મૃતિમાં આવવા ન પામે તે માટે મન, વચન અને કાયાથી પૂર્ણ સમાધિસ્થ બન્યા અને જાગૃત રહ્યાં તથા પિતાની સંયમ સાધનામાં તથા તપોધર્મની ઉત્કૃષ્ટ આરાધનામાં તત્પર રહ્યાં છતાં આત્મામાં વિહરતા રહ્યાં.
ભગવતી સૂત્રમાં શતકોની સંખ્યા કેટલી?
અનંત સંસારમાં દ્રવ્ય, પર્યા, સ્કંધે તથા જ જેમ અનંત છે, તેમ અજ્ઞાન પણ અનંત અને જ્ઞાન પણ અનંત હોવાથી તેમના પરિમાણને ખ્યાલ આપણને ન આવે તે બનવા જોગ છે, માટે જ કલ્પસૂત્રમાં ચૌદ પૂર્વમાં રહેલા અગાધ જ્ઞાનને બતાવવા માટે કેટલાય હાથીઓના પ્રમાણ જેટલી શાહીથી લખાય તેને પૂર્વ કહેવાય છે. જેમકે-એક હાથી ઢંકાઈ જાય તેટલી શાહીથી લખાય તે એક પૂર્વ છે. ત્યાર પછી ચૌદ પૂર્વ સુધી હાથીઓને પણ ડબલ ડબલ કરવા, આ રીતે પૂર્વેનું જ્ઞાન જેમ અપૂર્વ છે, તેમ દ્વાદશાંગીમાં રહેલું જ્ઞાન પણ અપૂર્વ છે; પરંતુ મહાવીરસ્વામીના નિર્વાણ પછી હડહડતા કળિયુગના એંધાણ સમજો કે બીજી કંઈ પણ કલ્પના કરે પણ સત્યાર્થ એ છે કે બાર બાર વર્ષને લાગટ દુષ્કાળ પડેલા હોવાથી પૂર્વેનું જ્ઞાન દુષ્કાળની ગર્તામાં નાશ થયું. તેવી રીતે દ્વાદશાંગીની પણ તેવી જ દશા થઈ હોવી જોઈએ અન્યથા પરિમાણમાં ગેટાળા કેમ થયા? કદાચ બીજા હાથે ભસ્મીભૂત થયા હોય કે કાળ કવળિત થયા તેને નકારી શકાય તેમ નથી.