________________
પ૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે નથી, તેમ જ સર્વવ્યાપી પણ નથી. આત્માને તે ઓસવાલ, પિરવાલ, શ્રીમાળી, હમડ, સરાવક આદિ એકેય જાતિ નથી. તથા મારવાડી, ગુજરાતી, કચ્છી, કાઠીયાવાડી કે માલવી નથી. આત્મા પેળે નથી, કાળ નથી, ગેહુંને રંગ જે નથી કે સુવર્ણ સમાન નથી, કેવળ શરીરના કારણે જ ભાડુતી વસ્તુઓની જેમ વ્યવહાર પૂરતા જ વિશેષણથી વિશેષિત બને છે. માટે હે પ્રભુ! જીવતત્ત્વ સત્ય સ્વરૂપી અને યથાર્થ છે.
અજીવ તત્વ પણ છે, કર્મોની વર્ગણાઓ જે જડ છે, પૌગલિક છે તેને જીવાત્મા પિતાના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદવડે ગ્રહણ કરે છે. બંધાયેલા તે કર્મો આત્માના પ્રદેશે સાથે દૂધ અને સાકરની જેમ એકાકાર બને છે અને પિતાની શક્તિ વડે જીવાત્માને ચારે ગતિઓમાં રખડાવે છે. પુણ્ય તત્ત્વને લઈને જીવ સુખી બને છે, સદ્ગતિને પ્રાપ્ત કરે છે, જ્યારે પાપ તત્વને લઈ દુઃખી બને છે, દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે આપશ્રીની નવ તત્વની પ્રરૂપણ યથાર્થ છે, તેમાં કેઈ જાતની શંકા કે સંદેહ રાખવાનું રહેતું નથી. આપશ્રીજી પ્રાપ્ત થયેલી દિવ્ય ચક્ષુના કારણે મને પણ નરક ભૂમિઓ, તેમના શરીરે, દુઃખે, મારકાટ, પરસ્પરની લડાઈઓ પ્રત્યક્ષ દેખાઈ રહી છે, તેમ દે, તેમના વિમાને અને ત્યાંના પૌગલિક સુખના ભેગવટાઓને પણ હું સાફ સાફ જોઈ રહ્યો છું. તેથી હે પ્રભુ! આપશ્રીની વાણું યથાર્થ છે, તથાપ્રકારની છે, અસંદિગ્ધ છે. તેમ છતાં પણ પ્રમેહ રેગવાળાને ઘી, કાગડાને રાત તથા ઘુવડને સૂર્યને પ્રકાશ દેખાતે નથી તેમ અનાદિ કાળના અનંત ભવની મિથ્યાત્વની માયાના તાવ (વર)ના કારણે આપશ્રીની વાણી તેમને રૂચતી નથી. પરંતુ