________________
૫૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ફરમાવશે? અને જ્યારે ભગવાનના શ્રીમુખેથી જવાબ સાંભળે છે ત્યારે પાંચ મિનિટ પહેલાને હડહડતે ક્રોધી, કામી, લેબી, પ્રપંચી અને ઈર્ષાળુ માનવ પણ સમતાશીલ, નિષ્કામી, નિર્લોભી, અને સરળ બનવા પામે છે, અને સર્વવિરતિધર્મ, દેશવિરતિધર્મ, સમ્યક્ત્વધર્મ, માર્ગાનુસારીધર્મ સ્વીકારીને કેટલાક મેક્ષમાં ગયા છે. કેટલાક અનુત્તર વિમાનમાં, કેટલાક વૈમાનિક દેવકના માલિક બન્યા છે. ત્યારે નવ મહાપુરુષેએ તીર્થકર નામ નિકાચિત કરીને ભવિષ્યમાં લાખે કરોડે માનને મુક્તિમાર્ગના પથપ્રદર્શક બનવા પામશે.
ભગવાનની દિવ્ય વાણી સાંભળીને દેવ દેવેન્દ્ર, અસુરઅસુરેન્દ્ર, રાજારાણી, શેઠાણ તથા કામદેવના મૂલણે ઝૂલતા શ્રીમંત પુત્ર અને પુત્રીઓ પણ ખુશખુશ થઈને મન, વચન તથા કાયાથી પરમાત્માના ચરણમાં મૂકી જતાં હતાં તે પછી ગૌતમસ્વામીજી ખુશ ન થાય તે શી રીતે બને ?
પિતાને પણ શીઘ્રતાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય, તે માટે માયા–મિથ્યાત્વ અને નિદાનસ્વરૂપ ત્રણ શલ્ય, મન-વચન અને કાયાના દુરાચારસ્વરૂપ ત્રિદંડ, ત્રણ લેક અને ત્રણે ગની વકતાને દૂર કરાવવામાં પૂર્ણ સમર્થ ભગવાનને ત્રણ પ્રદક્ષિણ આપે છે, અને આપીને ભગવાનને વંદન કરે છે, નમન કરે છે.
વ્યાવહારિક ભાષામાં વંદન તથા નમન લગભગ એક જ અર્થના વાચક છે તે પણ ભગવતીસૂત્રમાં બીજે ક્યાંય વંદન પછી નમન શબ્દ આવતું હોય ત્યારે તે બંનેમાં આર્થિક દષ્ટિએ કંઈને કંઈ ફરક હોઈ શકે છે. જેમકે વ્યાકરણમાં વંદન અર્થમાં “વહુ હતુથમવારનો ધાતુ વિદ્યમાન છે