________________
શતક ૪૧મું ઃ ઉદ્દેશક-૨
પ૧૯ અવિચ્છિન્ન ૩૦ વર્ષ સુધી શ્રમણભગવંત મહાવીર સ્વામીના ચરણકમળમાં અન્તવાસિત્વ પ્રાપ્ત કરીને, જીવમાત્રનું ભલું થાય, સૌનાં મિથ્યાત્વને રેગ, માયાને રંગ, મેહનું કૌટિલ્ય, કામદેવનું મારક વિષ ટળીને જીવમાત્ર સમ્યકૂવી બને, મેહમાયાના વિષકુંડમાંથી બહાર આવી સંસારના સર્વ ભાવે પ્રત્યે સર્વથા નિર્મમત્વભાવને ઉત્પન્ન કરાવનાર વૈરાગ્ય પામે તેવી રીતના પ્રશ્નો પરમાત્માને પૂછે છે, જેનાથી અગણિત માન તથા સ્ત્રીઓ દેવાધિદેવના ચરણ પામી શક્યા છે અને પિતાનું કલ્યાણ મેળવી શકવા ભાગ્યશાળી બન્યા છે
યદ્યપિ ગૌતમસ્વામી પિતે શુદ્ધ મતિજ્ઞાન, પવિત્ર શ્રુતજ્ઞાન, અબાધ અવધિજ્ઞાન અને સ્પષ્ટ રૂપે જોઈ શકાય તેવા મન પર્યાયજ્ઞાનના માલિક હોવાથી કૃતકૃત્ય બનેલા હોવા છતાં પણ કેવળ ભાવદયાના સ્વામી બનીને જ પરમાત્માને પ્રશ્નો પૂછયા છે. કેમકે-સમવસરણમાં બેઠેલા કેઈક ને નરક, નરકાવાસ, નરકશરીર, તેમના ખાનપાન તથા આયુષ્ય મર્યાદાના વિષયની શંકા હોય, તે કેટલાકને દેવ, દેવવિમાન, દેવીઓ, તેમના રૂપરંગ, ભૌતિક સુખ, આયુષ્ય મર્યાદા જાણવાની ઈચછા હોય છે, ત્યારે કેટલાકને દ્વીપે, સમુદ્રો, માછલાઓ, તેમની ગતિએ, હૃદ, તળા, નદીઓ, મહાનદીઓ, પર્વત ઉપરાંત તૈય*ચ પ્રાણુઓના પાપકર્મો તથા તેમની ગતિ–આગતિઓને જાણવાની તમન્ના સેવતા હોય છે. કેટલાકને મનુષ્ય, તેમના પરિવારે, કર્મો, સુખ-દુઃખ, સંગ-વિયેગ, ધર્મ–અધર્મ, તથા તેમના પુણ્ય-પાપને જાણવાની ઈચ્છાવાળા હોય છે. આ પ્રમાણેના સૌના ભાવને પિતાને મન:પર્યાય જ્ઞાન વડે જાણીને મહાવીરદેવને પ્રશ્નો કરે છે. કેમકે–સૌ એક જ શ્રદ્ધાવાળા હતાં કે આ વિષયમાં દેવાધિદેવ ભગવાન શું