________________
૫૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જેમ અભિમાનને મોટો ભાગ ઓગળી ગયું હતું. ગરૂડરાજની પાસે નાગરાજની શક્તિ જેમ સર્વથા શાંત થઈ જાય છે તેવી રીતે મહાવીરસ્વામીના ભાવદયાથી ભરેલા બે શબ્દોને સાંભળતાં જ ઈન્દ્રભૂતિ(ગૌતમસ્વામી)ના અભિમાનને નશો ચૂરેચૂર થઈ ગયા હતા અને જ્યારે તેમની કુળ પરંપરાના વેદવાક્યને સત્યાર્થ સાંભળે ત્યારે તે જ સમયે ગૌતમસ્વામી મહાવીરદેવના અનન્ય ઉપાસક અન્તવાસી બનીને કૃતકૃત્ય જેવા બની ચૂક્યા હતાં. તેમ છતાં પણ પૂર્ણતા હજી દૂર હતી, માટે જ ભગવાન પાસેથી જીવ અને અજીવ તત્વ, પુણ્ય અને પાપ તવ, આશ્રવ અને બંધ તત્વ તથા સંવર અને નિર્જરા તત્વની તલપશી વ્યાખ્યાઓ સાંભળી ત્યારે ગૌતમના મનવચન અને કાયા પરમાત્માના ચરણોમાં ઝૂકે તેમાં શી નવાઈ?
માનિની સ્ત્રીને પિતાની વેણી પર, વ્યાપારીને પોતાના વ્યાપાર પર જેમ અગાધ માયા હોય છે, તેમ બ્રાહ્મણને પોતાના ગળાની જઈ તથા ટીલા-ટપકા પર માયા લાગેલી છે, છતાં પણ આ માયા કેવળ મેહના રંગથી રંગાયેલી હોવાથી જ્યારે ત્યારે પણ આ જીવાત્માને સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર, નિષ્કામભાવ આદિની પ્રાપ્તિ થવા પામે છે, ત્યારે તે સંસારની માયા સ્વતઃ ઠગારી, નાશકારણું અને આત્મઘાતિની જેવી લાગે છે. આ કારણે જ હજારો અને લાખોની સંખ્યામાં સ્ત્રી પુરૂષ કેવલપદને પ્રાપ્ત કરી શક્યા છે. તેવી રીતે પોતાની, પરં. પરાના ધર્મ પ્રત્યે જ અતૂટ શ્રદ્ધાને રાખનારા ઇન્દ્રભૂતિને
જ્યારે સમ્યફ પ્રકાશ મળ્યો છે ત્યારે શ્રમણષને ધારણ કરતાં વાર લાગી નથી. સાથે સાથે પોતાની જાતિ, કૂળ આદિ તથા સંપ્રદાયની માયાને છોડી દઈને સમ્યજ્ઞાનની માયાના પૂર્ણ ભક્ત બને છે.