________________
શતક ૪૧મું ઃ ઉદ્દેશક-૨
૫૧૭ વિપરીતરૂપે કે અસત્યરૂપે મેળવ્યું હતું, જેથી આત્માને તેવા પ્રકારની તૃપ્તિ કદિપણ થઈ ન હતી, માટે જ તેની ભવભ્રમણ મટી શકી નથી તથા ટૂકી પણ થઈ નથી.
કદાચ કોઈક સમયે જીવ તત્વને જાણી લીધું હોય તે પણ તેને લાગેલા અને લાગતા પાપકર્મોને યથાર્થ નિર્ણય કરવામાં આ છ આલસ્ય, પ્રમાદ, બેદરકારી કરેલી હોવાથી જીવમાંથી શિવ, નરમાંથી નારાયણ, અને આત્મામાંથી પરમાત્મા બનવા પામ્યું નથી.
અનંત સંસારમાં રખડપટ્ટી કરતાં ગૌતમસ્વામીના જીવાત્માની પણ આ જ દશા હતી. યાવત્ આ છેલલા ભવમાં વર્તતા હોવા છતાં પણ જીવનની ઘણી લાંબી મુસાફરી મિથ્યાત્વના રંગમાં તથા પંડિતાઈના ઘમંડમાં હિંસાદેવીના ભક્ત બનીને જ પૂર્ણ કરી હતી.
જીવનમાં ઘણીવાર આવું પણ બનવા પામે છે કે, અભિમાનાદિ કષાયને નશે જ્યારે માણસને મર્યાદાથી બહાર ચઢે છે ત્યારે કેઈકવાર તેના ફળ સારા પણ મળી આવે છે. મસ્તિષ્કશક્તિ સવળે રસ્તે આવીને શાંત બને છે, ત્યારે જ તે ક્રોધની છેલ્લી ડિગ્રીને પ્રાપ્ત કરેલે ચંડકૌશિક નાગરાજ તથા લેભમાં પૂર્ણરૂપે ગળે ડૂબ થયેલા આનંદકામદેવાદિ શ્રાવક પણ સફળ આરાધક બની શક્યા હતાં. ભેગ તથા ઉપભેગમાં પૂર્ણરૂપે મસ્તાન બનેલા શાલિભદ્રજીને જ્યારે સંસારની માયાને નશે ઉતરે છે ત્યારે વૈભારગિરિના શિખરે અનશન કરતાં કરતાં પણ વાર ક્યાં લાગી છે? તેવી રીતે પાંડિત્યગર્વિષ્ઠ બનેલા ગૌતમસ્વામીજી(ઈન્દ્રભૂતિજી)એ જ્યારે મહાવીર સ્વામીની રૂપસંપત્તિ જોઈ ત્યારે જ તડકામાં મૂકેલા બરફની