________________
શતક ૪૧ : ઉદ્દેશ-ર
શતકની પશ્ચાદ ભૂમિકા અને ગૌતમસ્વામીનું અંતેવાસિત્વ:
આ પ્રમાણે ખાનદાન, બૃહત્કાય ગજરાજની ઉપમાને ધારણ કરનારા, દેવ અને ઈન્દ્રોથી પૂજ્ય ભગવતીસૂત્રના ૪૧ શતકેમાં ગણધર ગૌતમસ્વામીજીએ સ્વપર જ્ઞાનવૃદ્ધયર્થે, કેવળજ્ઞાનના માલિક, દેવાધીદેવ ભગવાન મહાવીરસ્વામીને જે પ્રશ્નો પૂછયા હતાં તે અને તેના જવાબથી પરિપૂર્ણ આ પ્રસ્તુત ગ્રંથના ૪૧ શતકમાં પૂર્ણ થયા છે. વિશદ, ઉદાત્ત ભાવપૂર્ણ અને ભાવદયાપૂર્ણ જવાબ સાંભળીને પ્રસન્નચિત્ત થયેલા ગૌતમસ્વામીજી શ્રમણ ભગવંત મહાવીરસ્વામીને ત્રણ પ્રદક્ષિણ આપે છે, પરમાત્માના જમણા હાથ તરફથી ફરતાં ફરતાં ડાબા હાથ તરફ આવી, સન્મુખ રહી, “નમો નિશા' કહે છે તેને એક પ્રદક્ષિણા કહેવાય છે, આવી રીતે ત્રણ પ્રદક્ષિણ આપવામાં આવે છે. - ભૂખ્યા માણસને જ્યારે ચારે બાજુથી ભેજનને અભાવ વર્તતે હોય, અને જીવનમાં સર્વથા નિરાશા આવી ગઈ હોય તે સમયે કઈક ભાગ્યશાળી તેને મિષ્ટાન્ન પાનથી સંતુષ્ટ કરે ત્યારે આનંદને માર્યો તે અન્નદાતાના પગે પડી પડીને તેમની પ્રશંસા કરતા થાકતું નથી. તેવી રીતે અગાધ, અમાપ તથા
યંકર સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને જ્યારે અસલી તને યથાર્થ સમજવામાં આવે છે, ત્યારે તેને આનંદને પાર રીતે નથી, કેમકે આજ સુધી આ જીવે તનું જ્ઞાન