________________
૫૧૫
શતક ૪૧મું : ઉદ્દેશક-૧
આત્માના અયશ( અસંયમ)થી મનુષ્યાવતારને પ્રાપ્ત કર્યા પછી, તેઓ આત્મ સંયમને અને અસંયમને પણ આશ્રય કરે છે. જેઓ સમ્યક્ત્વ સચ્ચારિત્ર અને સદુજ્ઞાની છે તેમને આત્મસંયમ છે, શેષને અસંયમ.
આત્મસંયમને આશ્રય કરનારા વેશ્યા અને અલેશ્યાના માલિકે પણ હોઈ શકે છે. જેઓ લેશ્યા વિનાના છે તેમને કિયા હોતી નથી, માટે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. અને આત્મઅસંયમના કારણે જેઓ લેશ્યાવાળા છે તે મુફત બનતા નથી.
આ પ્રમાણે એજ રાશિના નૈરયિકે, દ્વાપર કરના નરયિકે આદિ ૧૬ ઉદ્દેશા સાથેનું ૪૧ મું શતક પૂર્ણ થયું.
શતક ૪૧મું ઉદ્દેશા ૧૯૬ સમાપ્ત