________________
૫૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તારણહાર દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને શી રીતે ભૂલાય? ઈત્યાદિક કારણેને લઈને જ સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજી ફરમાવે છે કે, “ઉત્પત્તિમાં અવિરત અવસ્થા જ કામ કરતી હોય છે.” અવિરત જી લેયાવાળા હોય છે?
ભગવાને ફરમાવ્યું કે, જે છ આત્મ અસંયમી છે તેઓ લેગ્યાએથી મુકત હોતા નથી અર્થાત્ લેશ્યાવાળા જ હોય છે અને જ્યાં જ્યાં લેશ્યા છે ત્યાં ત્યાં મન, વચન અને કાયાની ક્રિયાઓને નિષેધ હોઈ શકે જ નહીં. કેમકે માનસિક વ્યાપાર, વાચિક વ્યાપાર કે કાયિક વ્યાપારમાં લેસ્યાઓ જીવતીજાગતી જ હોય છે અને જેઓ કિયાવંત છે તેઓ આ ચાલુ સ્થિતિમાં કઈ કાળે સિદ્ધ થતાં નથી. બુદ્ધ થતાં નથી અને ભવપરંપરાથી મુક્ત થતાં નથી. કારણ કે ત્રણે ભેગને તથા તે દ્વારા થતી સૂક્ષ્મ કે બાદર કિયાઓને સમાપ્ત કરાતી નથી, ત્યાં સુધી કોઈ પણ જીવ સિદ્ધ થતું નથી. મતલબ કે જે ક્રિયાવાળા છે તે વેશ્યાવાળા છે અને જે લેશ્યાના માલિકે છે તેઓ સંસારની માયામાં મસ્તાન બનેલા છે માટે સિદ્ધત્વ તેમને માટે નથી. આત્માના અધ્યવસાયોને લેસ્યા કહી છે જે પ્રશસ્ત અને અપ્રશસ્ત બે રૂપે છે.
આ પ્રમાણે અસુરકુમારથી લઈ પંચેન્દ્રિય તિર્ય માટેની વક્તવ્યતા નારકની જેમ જાણવી. કેવળ વનસ્પતિકાયમાં જન્મ લેનારા અસંખ્ય અને અનંત જાણવા.
મનુષ્યને માટે પણ ઉપર પ્રમાણેની જ વકતવ્યતા જાણી લેવી. આ સ્થાને આવવા માટે પણ આત્મ અસંયમ જ કારણ છે.