________________
શતક ૪૧મુંઃ ઉદ્દેશક-૧
૫૧૧ લે છે. આ બધી વાતેમાં સમજી શકાય છે કે જ્યારે તે જીવ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હતું ત્યારે ધાતકીખંડને જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી, છતાં પણ ત્રાણુનુબંધને લઈ મરતી વખતે પણ નિયાણવશ ધાતકીખંડનું આયુષ્ય બાંધવાનું રહે છે, અને અહીંથી મરીને ત્યાં જન્મ લે છે. ત્યાંથી થોડા સમય માટે ભક્ષ્ય-ભક્ષકના નિયાણાના કારણે જન્મ લેનારા જીવને ભસ્થ કે ભક્ષક અત્યારે ગમે તે નદીમાં, તલાવમાં, કે સમુદ્રમાં રહ્યો હશે ત્યાં જ જન્મ લેવાનું અનિવાર્ય હોય છે. ત્યાંના પિતાના હિસાબકિતાબ પૂરા કરીને તથા કેઈક ભવના પુણ્યકર્મના કારણે નિયાણાવશ બનીને, મુંબઈને શહેનશાહ પણ બનવા પામે છે. આ પ્રમાણેના જન્મ-મરણના ચક્રો સર્વથા અનાવર્તનીય હોવાથી તથા ઋણાનુબંધના ભગવટાના સમયે, દિવસે, મહિનાઓ કે વર્ષો પણ અનપવર્તનીય હોવાથી જીવનું સ્થાનાંતર થવાનું શકય છે. ઉપરોક્ત કારણે અથવા બીજ કઈ અગમ્ય કારણેને લઈ ઉત્પત્તિના સમયમાં જીવને અવિરત (અસંયત) કહેવાય છે. કોઈ પણ છવસ્થ માનવ, મૃત્યુ પામતા માનવની લેશ્યા કેવી હશે? તેને જાણી શકતા નથી, કદાચ અનુમાનથી જાણી શકાય તે પણ છવાસ્થ(વિશિષ્ટ જ્ઞાન વિનાના)ના બધાય અનુમાને સાચા પડતા નથી. , આવનારા ભવે માટે બીજા જ સાથેના સંબંધ જોડવાની ઈચ્છામાં રાગ-દ્વેષ જ કામ કરતાં હોય છે જે સંયમ નથી પણ અસંયમ જ છે. આ બાબતમાં કદાચ કહી શકીએ કે, તે સબંધે જોડ્યા વિના ચાલતું નથી, તે સમજવું સરળ
હેશે કે, આ વચને સંયમના ફળો નથી પણ અસંયમના ફળ છે અને જેવી રીતના સંબંધના નિયાણું બાંધ્યા છે તે