________________
૫૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એટલાને કે ખાડાને કૂદવાને પ્રયત્ન કરે છે, ત્યારે પિતાની ગતિને એટલી બધી તીવ્ર કરવી પડે છે, જેથી આંખના પલકારે જ કૂદકે મારીને બીજા ઓટલા પર પહોંચી જાય છે. આ જ પ્રમાણે ઉપાર્જન કરેલી હજારે છે સાથેની અણાનું બંધની માયાના કારણે એક ભવની માયા છોડી બીજા ભવની માયામાં જતે જીવ તીવ્ર ગતિએ કૂદકો મારવાવાળાની જેમ બીજી ગતિમાં જાય છે.
યદ્યપિ કઈ પણ જીવને નરક કે તિર્યંચ ગતિમાં જવાનું પસંદ નથી હતું તે પણ કર્મ સત્તાની આગળ જીવાત્માની પસંદગી કોઈ કાળે કામે આવતી નથી. માટે જ એક શરીરને છોડતા જીવને આનુપૂથ્વી નામકર્મ પિતાના સકંજામાં લે છે અને તે જીવને બળજબરીથી પણ તે તે સ્થાનમાં પટકી દે છે અને જીવાત્માને અનિચ્છાએ પણ તે તે ગતિઓના તે તે દુઃખને ભેગવવાનું ફરજીયાત રહે છે. આ કારણે જ ભગવંતે ફરમાવ્યું કે, કૂદકા મારવાવાળાની જેમ આ જીવાત્મા એકની માયાને છેડી બીજી ગતિની માયાને સ્વીકાર કરે છે.
જેના હાથ પગમાં હાથકડી કે બેડી પડી હોય તે ચાર યદ્યપિ સિપાઈના પગે ચાલતું નથી પણ પિતાના પગે જ ચાલે છે. કેવળ તે સિપાઈ તે ચેરને જે બાજુ લઈ જવા માંગે છે તે બાજુ તેને ગયા વિના છૂટકે નથી. અહીં પણ સિપાઈની તુલ્ય આનુપૂર્વી કર્મ જાણવું અને જીવ પિતાના જ કરેલા કર્મોને કારણે પિતાના પ્રયત્ન વિશેષથી તે તે ગતિઓમાં જાય છે. જીવમાત્રને કંઈપણ કરવામાં પોતાને પ્રગ જ મુખ્ય કામ કરે છે.
નરકગતિમાં જનારે જીવ પોતાના આત્મસંયમથી ત્યાં જ નથી, પણ અસંયમથી જ ત્યાં જવાનું થાય છે. એટલે