________________
શતક ૪૧મું :
૫૦૫ આગતિ આદિને જાણે શકવા માટે સમર્થ નથી બનતે તે આવડા મોટા લેકને યથાર્થરૂપે શી રીતે જોઈ શકશે?
ક્રિયાવાદી અને જે લેકવાદી છે તે ક્રિયાવાદી પણ હોય છે. જ્યાં સુધી આત્માને શરીર સાથેને સંબંધ છે ત્યાં સુધી આત્મા પણ સક્રિય હોય છે. સત્-અસત્ - શુદ્ધ-અશુદ્ધ, શુભ –અશુભરૂપે ક્રિયાના બે પ્રકાર છે. આત્મા અને લેકના જ્ઞાન વિનાની આત્માની ક્રિયા અસત્, અશુદ્ધ અને અશુભ જ હોય છે. કેમકે જેને પિતાનું જ ભાન નથી, માટે તેમની ક્રિયાઓમાં અસત્ત્વ આવ્યા વિના રહેવાનું નથી. માટે સમ્યગૂ - દર્શનની પ્રાપ્તિ થતાં જ આત્માનું સ્વરૂપ યથાર્થ જાણ્યું છે, તેને સ્થિર કરવામાં સમ્યજ્ઞાનને સહકાર મળે છે પરંતુ સમ્યક્યારિત્ર (સક્રિયા) વિના આત્મા નવા પાપના દ્વાર બંધ કરી શકતું નથી અને જુના પાપોનું નિકંદન પણ કરતું નથી, તેવી પરિસ્થિતિમાં આત્માનું કલ્યાણ હજાર માઈલ દૂર રહેવા પામે તે માનવા જેવી હકિકત છે. જૈનત્વ( અલ્પાશે કે સવશે રાગ-દ્વેષ રહિતતા)ની પ્રાપ્તિ થતાં જ આત્મવાદી, લેકવાદી અને ક્રિયાવાદી બનેલે આત્મા આસ્તિક જ હોય છે માટે તીર્થંકર પરમાત્માની પ્રત્યેક પ્રરૂપણને સત્યસ્વરૂપે સમજીને પિતાનું કલ્યાણ સાધવામાં વાંધો આવતો નથી.
હવે આપણે પ્રસ્તુત ભગવતીસૂત્રના છેલ્લા શતકને મૂળ ટીકાના અનુસારે યથામતિ વિસ્તૃત કરીને હૃદયંગમ કરીએ.