________________
૫૦૩
શતક ૪૧મું : આગળ જીને વધ કરનાર નાસ્તિક છે? અરિહંત પરમાત્માના શાસનને માનનારાઓ પ્રત્યેક જીવાત્માને પિતાના આત્માની તુલ્ય જ માનતા હોય છે, અને તે પ્રમાણે વર્તનારા હોય છે તેથી તેવા પ્રકારના અહિંસક જૈનેને નાસ્તિક કહેવામાં વેદ સંસ્કૃતિએ પણ ક્યો ફાયદો મેળવ્યું ? ભારતદેશના રાજામહારાજા કે શ્રીમંતેમાં ઈન્દ્રના અંશની કલ્પના કરીને કે કરાવીને સુરા (શરાબ), સુંદરી (વેશ્યા, પરસ્ત્રી આદિ) અને શિકાર(જીવવધ)ના રસ્તે ચઢાવનારા જેને છે જ નહીં.
લકવાદી અને જે આત્મવાદી છે તે જ સાચે લેકવાદી છે. “પૃથ્વી ટેવતા, સાપ દેવતા'ના સિદ્ધાંતને સત્યસ્વરૂપે શા માટે માનશે? કેમકે પૃથ્વી દેવતા અને પાણી પણ દેવતા નથી, પરંતુ અનંત જીવોને પોતપોતાના નિકૃષ્ટતમ પાપોદયના કારણે પૃથ્વીમાં કે પાણીમાં ઉત્પન્ન થવાનું અનિવાર્ય સ્થાન છે. માટી સ્વરૂપે પૃથ્વી, પૃથવીકાયના જીનું શરીર છે અને દવસ્વરૂપ પાણી, જળકાયના જીનું શરીર છે.
પગ પહોળા કરી કમર ઉપર હાથ મૂકીને ઉભા રહેલા માનવની આકૃતિને તુલ્ય લેકની આકૃતિ માનવામાં આવી છે. તેમાં નાભીની નીચે સાત નરક પૃથ્વીઓ શાશ્વતી છે, જે એકના નીચે બીજી પૃથ્વી. આ કમે અનાદિકાળથી પૃથ્વીઓ છે અને અનંતકાળ સુધી પણ તેમ જ રહેશે. આ સાતે ભૂમિએમાં કર્મોથી અને પાપથી ભારી બનેલા જીવાત્માઓ આવે છે અને આયુષ્ય પૂર્ણ કરીને પાછા બહાર નીકળે છે. તેમાંથી જે પ્રથમ ભૂમિ છે તેમાં ભવનપતિના દેવે પણ પિતાના મકાનમાં રહીને દેવલેના સુખને અનુભવ કરે છે.