________________
૬
૫૦ ૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નથી. ત્યારે આ મતાંતરે કેવળ ધર્મના નામે, ટીલા–ટપકાના નામે, પિતાના અહેપષણને માટે કે પોતાની મિથ્યા પ્રતિષ્ઠાને માટે લડાઈ ઝઘડા કરીને ધર્મના અસલી સ્વરૂપને બગાડી દેવા માટે જન્મેલા છે. સંસારના સ્વરૂપને અર્થાત્ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ સંસારને યથાર્થ દૃષ્ટિએ પ્રત્યક્ષ કર્યા વિના કેવળ તર્કવાદના ભરોસે તને નિર્ણય કરવા જતાં ભારત દેશના ભાગ્યમાં વૈર–વિધ તેમજ પોતપોતાના મતમતાંતરોના અખાડાઓને મીયા-મહાદેવની જેમ સર્વથા જુદા પડવા સિવાય બીજે ક્યો હેતુ સિદ્ધ થવાને છે? આજે પણ એ મતાંતરે હરિજનની જેમ એક બીજાને માટે અસ્પૃશ્ય રહ્યાં છે. માટે તેમના જીવનમાં ધર્મ નથી, ધાર્મિકતા નથી; કેવળ ટીલાટપકા જેવા સર્વથા અસાર ક્રિયાકાંડો જ શેષ રહ્યાં છે.
પૂરા સંસારમાં અનંતાનંત છે તેમ જ અનંતાનંત પુગલ સ્કંધે સૌને પ્રત્યક્ષ છે. માટે આપણે આત્માની જેમ બીજા આત્માઓને પણ માનવા તેને આત્મવાદી કહેવાય છે. આવા સત્યસ્વરૂપી આત્મવાદીને દેવી-દેવની આગળ હજારે લાખોની સંખ્યામાં મૂક પ્રાણીઓને મારવાના કે કતલ કરવાના હોતા નથી. કાળકા, ચામુંડા કે મહાકાળકા દેવીએની કલ્પના કરીને જગદંબા સ્વરૂપ માતાઓની સામે ઘેટા, બકરા, મરઘા, પાડા, બળદો આદિની ક્રૂર હત્યા કરનારા તેમના માટે મકાન કે યજ્ઞસ્તંભ ઉભા કરનારા, માંસને વેચનારા, માંસ ખાનારા, તેમ જ બીજાને માંસનું ભોજન પીરસનારા કે માંસ સંધનારાઓ પણ આત્મવાદી શી રીતે કહેવાશે ? આવા છે જે આત્મવાદી નથી તેમને જ નાસ્તિક કહેવામાં ક્યો બાધ ? ત્યારે બુદ્ધિશાળીઓને જ નિર્ણય કરવાનું રહેશે કે, આત્માને અસલી સ્વરૂપમાં માનનારા જેને નાસ્તિક છે? કે દેવદેવીની