________________
શતક ૨૪મું ; પૂર્વભૂમિકા
- ૧૭ ન હોય તે ય આંખના પલકારે માનવ મૃત્યુને પામે છે અને
જ્યાં વેરઝેરની કે પ્રેમભાવની લેવડ–દેવડ કરવાની હોય ત્યાં તેને જવાની ફરજ પડે છે અને અનિચ્છાએ પણ જાય છે. ગત્યંતર કરતા જીવ પોતાના આ ભવના શણગારેલા તથા પોષેલા સ્થૂળ શરીરને તથા ઈન્દ્રિયોને તેમજ આ ભવની સંપૂર્ણ માયાને છોડી દે છે અને સૂક્ષ્મ શરીરના માધ્યમથી બીજા ભવને સ્વીકાર કરે છે. એક ભવમાંથી બીજા ભવમાં જવાને માટે જૈન શાસનમાં આયુષ્ય કર્મ, નામ કર્મ અને આનુપૂર્વી નામકર્મની મર્યાદા છે, જેમકે મનુષ્યભવને પામેલે જ્યારે દુબુદ્ધિ, મિથ્યાચરણ, અસભ્ય વ્યવહાર કે અજ્ઞાનપૂર્વક પાપનું સેવન મર્યાદાતીત કરે છે ત્યારે નરકગતિનું આયુષ્યકમ બાંધવાનું અનિવાર્ય હોય છે, ત્યારપછી તેની વેશ્યાઓમાંકૃષ્ણત્વ, નલત્વ અને કાપતત્વની વૃદ્ધિ થતાં તે માનવ કૃષ્ણ લેશ્યા અને કાપત લેસ્થાન માલિક બને છે ત્યારે તેને મન, વચન અને કાયામાં વક્રતા અસંવાદિતા ઉપરાંત પોતાની જાતની બડાઈ અને પારકા ગુણિયલની પણ નિંદામાં તે જીવ પાપ ભાવનાને કરતે નરકગતિ નામકર્મની ઉપાર્જના કરવી તેના ભાગ્યમાં શેષ રહે છે અને તે જ સમયે નરકાનુપૂર્વી કર્મ પણ બંધાય છે. આ પ્રમાણે આવતા ભવને માટે નરકગતિમાં જવાની પૂર્ણ તૈયારી કરીને બેઠેલે તે પાપકર્મી આત્મા જ્યારે મરણ પથારીએ પડ્યો હોય છે ત્યારે તેને જીવનમાં કરેલા પાપકર્મો –આરંભે અને દુષ્ટાચરણેની યાદ આવે છે અને ભયગ્રસ્ત બને છે, તેથી અતિશય અને અનિવાર્ય મુંઝવણમાં સપડાઈ જતા મરણ સમયે સીધે સિદ્ધશિલા તરફ ભાગવા માંડે છે, પરન્તુ સર્વશક્તિસમ્પન્ન કર્મસત્તા હોવાથી તે જ સમયે પૂર્વોપાર્જિત આનુપૂથ્વી નામકર્મને ઉદય થાય છે અને ચેર જેમ સિપાઈના હાથે સપડાય તેમ તે ભાઈસાબ