________________
૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ નરકાનુપૂર્વીના સકંજામાં પડે છે અને નરકભૂમિ તરફ પ્રસ્થાન કરવાની ફરજ પડે છે. આ જ પદ્ધતિએ ચાર ગતિના મેદાન(પ્લે ગ્રાઉન્ડ)માં કર્મની બેડીમાં સપડાયેલું હોવાથી પરિભ્રમણ કરી રહ્યો છે અને જ્યાં સુધી કામણ શરીરની સત્તામાં નજરબંધ છે ત્યાં સુધી તે જીવ કેઈ કાળે પરમાત્મપદને પ્રાપ્ત કરી શકવાને નથી.
માન્યું કે જીવને શુદ્ધ સ્વભાવ નિરંજન-નિરાકાર છે પરન્તુ ખાણમાંથી નીકળેલા હીરાના પત્થરની જેમ-અનંતાનંત કર્મોની જાળમાં સપડાયેલ હોવાથી તેનું શુદ્ધ સ્વરૂપ હીરાની જેમ સત્તામાં પડેલે હોવા છતાં પણ અત્યારે અકિંચિકર છે માટે ચારે ગતિનું પરિભ્રમણ કેઈનાથી પણ ટાળી શકાય તેમ નથી.
આત્મિક જ્ઞાન મેળવવા માટેની સિફારિશ-હિમાયત ભલામણ સૌ સૂત્રકારેએ પિતાપિતાની મતિ અનુસાર કરી છે. પરંતુ આપણે જાણતા હોઈએ છીએ કે કેઈની સિફારિશથી પણ કેઈને આત્મજ્ઞાન થયું હોય તેવું એકેય કથાનક આપણ જાણવામાં નથી. જીવમાત્રને અનંત સાથે, અનંતાનંત જ સાથે, જુગલ સ્કંધ કે પરમાણુ સાથેની માયા જબરદસ્ત વળગેલી છે. આવી પરિસ્થિતિમાં પરદ્રવ્યની જાણકારી લીધા વિના સ્વદ્રવ્યની જાણકારી અપવાદ સિવાય સૌને માટે અશક્ય રહી છે. તે માટે સંસારનું યથાર્થ સ્વરૂપ, જેના કર્મો, તેમની ગતિએને જાણવાની આવશ્યકતા નકારી શકાતી નથી.
ભગવતી સૂત્રના ૨૪મા શતકમાં જ્ઞાનને સાગર ઠલવાયે છે. જે વિષય ઇન્દ્રિયાતીત છે તેને અતીન્દ્રિય જ્ઞાની વિના બીજે કઈ જાણી શકતું નથી તેથી ચારે ગતિમાં પરિભ્રમણ