________________
શતક-ર૪મું
પૂર્વભૂમિકા?
ચક્ષુગેચર સ્થૂળ પદાર્થોનું વિવેચન અને ભાષણ સૌ કોઈને માટે સુગમ હેઈ શકે છે. પરંતુ જીવ માત્રની ગતિ, (કઈ ગતિમાંથી આવે છે) આગતિ (આ ભવ પૂર્ણ કરી કઈ ગતિમાં જશે) છદ્મસ્થાને માટે સર્વથા પરોક્ષ હેવાથી તેનું વર્ણન તેમને માટે અશક્ય છે. તેમ છતાં પણ આ એક સત્ય હકિકત છે કે “સતત સતતં જતીતિ સામા” આ ન્યાયને અનુસારે જીવાત્મા ક્યાંય પણ એક સ્થાને સ્થિર રહી શક્ત નથી. ચાહે તે ૩૩ સાગરોપમને દેવ હય, નારક હોય, તિર્યંચ હોય, માનવ હોય, ત્રણ પલ્યોપમને યુગલિક હોય કે આકાશમાં ઉડનારા વિદ્યારે હય, જંઘાચારણ મુનિએ હોય, ચતુર્દશ પૂર્વના જ્ઞાતા કે ઉપશમ શ્રેણિને પ્રાપ્ત થયેલા મુનિઓ હેય, સૌને એક સ્થાનથી બીજા સ્થાને ગયા વિના ચાલે તેમ નથી. ચેરના હાથમાં હાથકડી પડ્યા પછી સૈનિકે તેને ગમે તે માર્ગે લઈ જઈ શકે છે, ત્યાં તે ચેરની ઈચ્છા મુદ્દલ કામે આવતી નથી, તેવી રીતે કામણ શરીર (સૂક્ષ્મ શરીર)ના સહવાસી આત્માને કર્મરાજા ગમે ત્યાંથી ઉપાડીને બીજે ગમે ત્યાંય પટકી શકે છે. તે સમયે કઈ પણ જીવની શક્તિ, બુદ્ધિ-વાચાલતા, હોશિયારી કે ભૌતિકવાદનું એક પણ સાધન કંઈ પણ કામે આવવાનું નથી. આ કારણે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ જીવાત્માને ગવંતર કર્યા વિના છુટકો નથી.
જે ક્ષેત્રમાં, જે કાળમાં જે સાથે જેવા પ્રકારના શુભાશુભ કર્મોને ભેગવવાના હેય છે ત્યારે નખમાં પણ રેગ