________________
૫૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં બેસીને તે વિષયેની સમજણ લેવામાં હાનિ નથી પણ એકાંતે ફાયદો જ છે.
જે પદાર્થની સંખ્યા માપી શકાતી હોય તેને આપણે આંકડાઓ બેલીને કે માંડીને પણ ગણત્રી કરી શકીએ છીએ, પરંતુ જીવરાશિ એટલે ષકાયના જીવોની સંખ્યા રાષભદેવ પરમાત્માના સમયમાં પણ અનંતાનંત હતી, મહાવીરસ્વામીના સમયમાં પણ અનંતાનંત હતી, અને આવી ચોવીસીએ અનંત થયા પછી પણ જીવરાશિ અનંતાનંત જ રહેવાની હોવાથી તેમની સંખ્યા માટે આપણી પાસે કે કેઈની પાસે પણ આંકડાઓ ક્યાંથી હોય? તેવી રીતે સમયની ગણત્રી પણ અમેય હોવાથી પાપમ તથા સાગરોપમથી સમજાવવાની આવશ્યક્તા પડી, તેમ નરક ગતિમાં કે વનસ્પતિ ગતિમાં જવાવાળા અને ત્યાંથી બહાર આવનારા છે જ્યારે અનંત છે, તે પછી તેમને આ ચારે યુથી સમજાવવામાં આવે તેમાં શું આશ્ચર્ય?
ચારે ગતિઓના જીવેને આ ચારે યુગ્મમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા છે, તેમાંથી કેટલાક જીવે જે કૃતયુગ્મ શશિમાં છે તે કૃતયુગ્મ કહેવાયા. આ પ્રમાણે કેટલાક એજ, દ્વાપર અને કેટલાક કાજ રાશિવાળા કહેવાયા છે. કેમકે જીવેને એક ગતિમાંથી નીકળીને બીજી ગતિમાં જવાને કમ સાંતર અને નિરંતર પણ હોય છે. સાંતર હોય તે પણ તેમાં વર્ષ કે બે વર્ષનું અંતર હેતું નથી પણ અમુક સમયે જ હોય છે, તેથી જે સમયે વનસ્પતિ કે નરકના જીનું પરિમાણ કૃતયુગ્મ રાશિ પ્રમાણુ હોય તેને કેવળજ્ઞાની સિવાય બીજો શી રીતે જાણી શકવાને હતું ? અને ઉપપાત કે ઉદ્વર્તન સાંતર કે નિરંતર હોવાથી કોઈક સમયે જીને ઉપપાત થાય કે