________________
શતક ૪૧મું
શતકને ઉપક્રમ
ભગવતીસૂત્રનું આ છેલ્લું શતક છે. યદ્યપિ છેલ્લા ચાર યુમેના ચાર શતકોને વિષય કેવળ કેવળીગમ્ય જ છે, માટે જ તેમને શ્રદ્ધાથી માનવા અને જ્યાં સુધી મતિજ્ઞાન પહોંચી શકે ત્યાં સુધી તેને પહોંચાડવું તેમાં વાંધો નથી. કેમકે સંસારના પદાર્થો કેવળીગમ્ય અને તર્કગમ્યરૂપે બે પ્રકારના છે. તર્કગમ્ય પદાર્થોમાં આપણું મતિજ્ઞાનને વિસ્તૃત બનાવીને તે પદાર્થો સુધી પહોંચવું ઠીક છે, પણ જે પદાર્થો કેવળીદષ્ટ કે ગમ્ય હોય તેમાં તર્કો લગાડવાની ધૃષ્ટતા કરવી હિતાવહ નથી. કેમકે આપણુ જેવા છવાસ્થ માનવેના ભાગ્યમાં મતિજ્ઞાન કરતાં પણ મતિજ્ઞાનાવરણીય કર્મ તેમ જ શ્રુતજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનાવરણીય કર્મની સત્તા ઘણી જ વધારે હોવાથી તે પદાર્થો સુધી પહોંચવાની શક્તિ આપણ નથી, માટે આ ત અને તેની પ્રરૂપણુએ શ્રદ્ધાથી જ માનવા સિવાય આપણી પાસે બીજો માર્ગ નથી.
સંસારમાં પૂર્ણરૂપે ફસાયેલા આપણા માતા-પિતા, ભાઈ-બહેન કે શિક્ષકની વાતને આપણે શ્રદ્ધાથી માની લઈએ છીએ, તે તેમના કરતાં કેવળી ભગવંતે સર્વથા પવિત્ર હેવાથી તેમની પ્રરૂપણાઓ, જે આપણા મતિજ્ઞાનના વિષયમાં ન ઉતરતી હોય તેમાં આપણું જ મતિજ્ઞાનાવરણીય કર્મને દેષ છે, તેમ સમજીને આપણા મનનું સમાધાન કરવામાં આપણું કલ્યાણ સમાયેલું છે. બેશક તે તે વિષયના જ્ઞાતા