________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમાપ્તિ વચનમ જૈનાગમેના રહસ્યવેત્તા, કર્મગ્રંથાદિ સાહિત્યના પારગામી, સ્યાદ્વાદ, નય, નિક્ષેપ અને પ્રમાણુવાદને આત્મસાત્ કરનારા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. જૈન ધર્મના પ્રાંગણમાં વિશમી શતાબ્દીના શુકના તારાની જેમ તેજસ્વી હતાં. ચંદ્રમાની જેમ શીતલ અને કળામય હતાં, સૂયની જેમ પ્રચંડ પ્રતાપી અને પ્રભાવશાળી હતાં, મેરૂ પર્વતની જેમ ધીર-વીર અને ગંભીર હતાં. ઉપરિ યાલાદિ તીર્થોના ઉદ્ધારક હતાં પાલીતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ આદી સૈકડે ગુરુકુલેના સંસ્થાપક હતાં. તેમના શિષ્ય શાસનદીપક બંગાલ, બિહાર અને છેવટે સિંધ જેવા માંસાહારી પ્રદેશમાં પણ અહિંસાના અસલી ત વડે નિરામિષ ભેજનને તથા અહિંસાને પ્રચાર કરનારા, મુનિરાજ
શ્રી વિદ્યાવિજયજી મહારાજ પ્રચંડ શક્તિસંપન્ન હતાં. તેમના શિષ્ય, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજય (કુમારશ્રમણે) ભગવતીસૂત્રસારસંગ્રહમાં ૪૦મું શતક સ્વપર કલ્યાણાર્થે વિક્રમ સં. ૧૯૩૬ને ભાદરવા સુદ ૧૪ના દિવસે અંધેરી (વેસ્ટ) શાંતાવાડી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસની મર્યાદામાં પૂર્ણ કર્યું છે.
ભદ્ર ભૂયાત સર્વેષાં જીવાનામ
જીવાઃ સર્વેડસંગ્નિવં ત્યજેયુઃ . શતક ૪૦મું સમાપ્ત .