________________
શતક ૪૦ : અન્તર્ગત બીજુ શતક - કૃષ્ણ લેશ્યાવાળા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણ સંજ્ઞા પંચેદ્રિય જીને પણ પૂર્વવત્ જેમકે આ જીવેને ત્રણ વેદ છે પણ અદક નથી. આયુષ્યસ્થિતિ જઘન્યથી એક સમયની અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરેપમની સાતમી નરકભૂમિની અપેક્ષાએ જાણવી. કેમકે કૃષ્ણલેશ્યાના માલિકને માટે, એટલે કે મૃત્યુ સમયે આ વેશ્યા હોય તે તે જીને માટે સાતમી નરકભૂમિ માન્ય છે. અતમુહૂર્ત અધિક આશય આ પ્રમાણે છે. સાતમી નરકે જતા પહેલા ચાલુ ભવમાં મૃત્યુ સમયમાં કૃષ્ણલેશ્યાના પરિણામે ઉત્પન્ન થઈ જાય છે. માટે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ કહ્યા છે.
( આ પ્રમાણે ૧૧ ઉદ્દેશ પણ જાણવા.) શતક ૪નું અંતગત રજુ શતક સમાપ્ત છે
શતક ૪૦ : અંતર્ગત ત્રીજું શતક
નીલ લેફ્સાવાળા કૃતયુમ કૃતયુગ્મ રાશિ પ્રમાણ સંશી જીની સ્થિતિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પાંચમી નરક પૃથ્વીના ઉપરના પ્રતરમાં પલ્યોપમના અસંખ્યાતમે ભાગ અધિક ક્રશ સાગરોપમની જાણવી. આમ તે પાંચમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરેપમની છે, અને નીલ લેફ્સાવાળાને પાંચમી નરક છે, માટે ઉપરના પ્રતરના હિસાબે ૧૦ સાગરોપમથી અધિક કહી છે. અહીં અન્તમુહૂર્ત વધારે ન કહી તેને આશય એટલે જ છે કે પૂર્વભવીય અવતારમાં મૃત્યુ સમયે યદ્યપિ આ લેશ્યાની પધરામણી થઈ જાય છે, તે પણ તેને સમય પાપમના અસંખ્યાતમા ભાગમાં સમાવેશ થઈ જતું હોય છે.
શતક ૪૦નું અંતર્ગત ૩ શતક સમાપ્ત