________________
શતક ૪મું : સમ્યકત્વને જબરદસ્ત પ્રભાવ:
અનાભોગ મિથ્યાત્વને છેડી બીજા ચાર પ્રકારના છે યદ્યપિ મિથ્યાત્વી જ કહેવાય છે, તે પણ મેક્ષમાં જવા માટેનું પહેલું પગથિયું હોવાથી આકાશમાં ઉદય પામતા સૂર્યનારાયણની એક કલાક પહેલાં પણ સંસારને ઉજાલે જેવા મળી જાય છે, તેવી રીતે આ જીવોમાં પણ મેક્ષ જવા માટેની કાંઈક એગ્યતા પ્રાપ્ત થાય છે અને જ્યારે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ દ્વારા મિથ્યાત્વ ટળી જાય છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, તે સમયે અનંતાનુબંધી આદિ સાતે પ્રકૃતિઓને ક્ષયપશમ થતાં આત્મામાં આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ અને તેને વિકાસ થવાને પ્રારંભ થાય છે, જેનાથી આવનારા ભવમાં કેવળ પુરૂષદને બાંધનારા બને છે. એટલે કે સમ્યકત્વની હાજરીમાં મહા ભયંકર પાપવાસનાઓ, તેની ભાવનાઓ, ચેષ્ટાઓને અંત થતા તેઓની સ્ત્રીવેદ અને નપુંસકવેદને બાંધવાની લાયકાત પણ નાશ પામે છે. આ ચેથા ગુણસ્થાનકે રહેલે જીવાત્મા કદાચ આધ્યાત્મિકતામાં આગળ વધે તે સેનામાં સુગંધ જેવું બનશે. તે પણ બધાય જીના ત્રાણાનુબંધને તેવા ન હોવાથી કદાચ આ ચતુર્થ ગુણસ્થાનકથી નીચા પડે અને ત્રીજા ગુણસ્થાનકે આવે, એટલે કે નીચે પડવાની તૈયારી કરી ચૂક્યા છે તે પણ તેમના જીવનમાં સમ્યકત્વને પ્રકાશ સર્વથા બુઝાતો ન હોવાના કારણે સ્ત્રીવેદને બાંધવાની યોગ્યતા પણ તેમના જીવનમાં રહેતી નથી, સારાંશ કે ત્રીજા ગુણસ્થાનકે સ્થિત જીવ સ્ત્રીવેદને બાંધતે નથી. હવે ત્રીજાથી પણ નીચે ઉતરતે જીવ બીજા સાસ્વાદન ગુણસ્થાનકે આવશે તે સમયે પણ તેમની પાસે સમ્યક્ત્વની કાંઈક ન્યત (આસ્વાદન) સત્તામાં રહેલી હેવાના કારણે નપુંસકવેદ જેવું