________________
શતક ૪૦મું :
૪૮૯ ભાગમાં કરાઈ ગયું છે. હવે આ વેદને બાંધનારા કેણ હોય તેને વિચાર કરી લઈએ.
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કષાયમાં જ્યારે તીવ્રતા, તીવ્રતરતા, તીવ્રતમતાનું જોર વધે છે, ત્યારે માનવના બેમર્યાદ બનેલા ક્રોધ, અભિમાન, માયા પ્રપંચ અને લેભ માત્રાની ડિગ્રી છેલ્લા પોઈન્ટ પર આવી જાય છે અને માનવ જીવન વ્યવહાર, ભાષા, વ્યાપાર, રહેણીકરણી પણ બેમર્યાદ, બેકાબુ, બેરહિમ, બેશરમ અને બેઈમાન બની જાય છે. તેવી પરિસ્થિતિમાં તે જીવની હિંસક વૃત્તિ, મૃષાવાદ, ચૌર્યકર્મ, મૈથુનકર્મ અને ધન-દૌલતને પરિગ્રહ બેશુમાર બનવા પામે છે, ત્યારે હજારે, લાખે તથા કરોડો પ્રાણીઓના શ્રાપ તેમના ભાગ્યમાં લખાઈ જાય છે, ફળ સ્વરૂપે તે શ્રાપને ભેગવવા માટે નપુંસક શરીરને ધારણ કર્યા વિના છુટકે નથી. જેમકે પિતાની માયાજાળરૂપ જાળ કે પૈસાની જાળમાં ફસલાવેલી કન્યા, વિધવા કે સધવાને અમુક સ્થાનમાં શિયળભ્રષ્ટ કરી ત્યાર પછી તે બાઈને જ્યારે પિતાના સતીત્વ ધર્મને કે પાપના પરિણામ સ્વરૂપે મૃત્યુતુલ્ય સામાજિક વિડંબનાઓની પ્રાપ્તિ થશે ત્યારે ધબડાએલી તે બાઈના મુખેથી શ્રાપના વચને બહાર આવશે. “મને ફેસલાવીને જે પુરૂષે મને ભ્રષ્ટ કરી છે તે આવનારા ભવમાં બાઈલ, નપુંસક, હીજડે જ બનજો.” આ પ્રમાણેના શ્રાપને ભેગવવા તે પડશેને ?
(૨) લેભની મર્યાદા જ્યારે ખાનદાની ધર્મને ચૂકી જાય છે ત્યારે અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિય મૂક પ્રાણીઓને કસાઈ ખાને મશીન દ્વારા મરાવીને, તેમના મુલાયમ ચામડાને વ્યાપાર કરીને લાખ રૂપીઆ ભેગા કરશે.