________________
४८७
શતક ૪૦મું :
(5) પરદારરતિ પ્રિયતા -સ્ત્રીવેદને બાંધવાની યોગ્યતાવાળા માં પાક્કી સ્ત્રી પ્રત્યેના ગમનમાં તેમને મેહ હોય છે. પાણીની ડેલમાં પડેલું તેલનું એક જ બુંદ બધાય પાણીને તેલમય કરે છે, તેમ દૂષણેમાં પણ માનવના જીવનને બધી રીતે પરવશ કરવાની તાકાત છે.
પરસ્ત્રીગમન ચાહે મશ્કરીમાં કે લાચારીમાં સ્વીકાર્યું કે સ્વીકારાયું હોય તે પણ તેમની માયા આજીવન છુટવી લગભગ શક્ય નથી, પરિણામે -
(1) ધર્મ પત્નીની રસોઈ અણગમતી થશે અને પરસ્ત્રીને હાથની રઈ ગમશે.
(2) ચરણેની દાસી જેવી સરળ અને રૂપાળી ધર્મપત્ની પ્રત્યે નફરત આવશે અને પફ પાઉડરમાં છુપાયેલી પરસ્ત્રી તેને દેવી જેવી લાગશે.
(3) દીન-દુઃખી અને અનાથને માટે પાંચ-પચીસ રૂપીઆ દેવામાં બેદરકાર રહેશે અને પરસ્ત્રીને બધું ય આપી દેતા વાર ન લાગે.
(4) ધાર્મિક સ્થળે, વડીલને સહવાસ, માતા-પિતાની સેવા, તેમને મન કડવી લાગશે અને પરસ્ત્રીને સાંભળવામાં અનહદ રસ રહેશે.
આ ઉપરાંત હદ વગરને ક્રોધ, અભિમાન, ઈર્ષ્યા, જૂઠ બલવાનું તથા બીજાઓને ઠગવાની ભાવના, અતિશય શૃંગાર પ્રેમ, તેમ જ સ્ત્રિઓના હાવ-ભાવ-કટાક્ષ, તેમના વસ્ત્રો, આભૂષણેને જોવાની તીવ્રચ્છા પણ આવનારા ભવેને માટે સ્ત્રીવેદને બાંધવાના કારણે છે.