________________
४८४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપરના કારણે એટલે કે –
રાગ-દ્વેષ અને કષાયેની મંદતા, સ્વસ્ત્રીની પ્રીતિ, અવકતા, ઈર્ષ્યા વિનાનું જીવન અને સત્યવાદિતાને પુરૂષદ બાંધવાના કારણે કહ્યાં છે. સ્ત્રીવેદ કર્મ બાંધવાના લક્ષણે
शब्दादि विषयेषु, गार्यालुत्वानृतवादित्ववक्रता परदाररति प्रियतादिकरण रुपत्व स्त्रीवेदाश्रवस्य लक्षणम् ।
(આહંત દર્શન દીપિકા) (1) પાંચે ઇંદ્રિયેના શબ્દ–રસ-ગંધ-સ્પશે અને દર્શનના મનગમતા ૨૩ વિષયમાં અત્યંત આસક્તિ, લાલસા, મમતા, તથા તેમના ભગવટામાં અનહદ રાગ રાખવાથી આધ્યાત્મિક શક્તિઓને હાસ થતું જાય છે, ઇંદ્રિયે બેકાબુ બને છે, મનની શેતાની વધે છે અને ઘણું પરિશ્રમે મેળવેલું જ્ઞાન તથા વિજ્ઞાન નિષ્ફળ અને નિરર્થક બને છે, ત્યારે આત્માને સંયમિત રાખવાની એકેય શક્તિ માનવના હાથમાં રહેતી નથી.
(2) ઈર્ષ્યાળુત્વ—જે વ્યક્તિમાં બેમર્યાદ ઈર્ષ્યા હોય છે, તેની માનવતા જ પરવારી જવાના કારણે ગમે તેવા નિમિતે મળતા પાપમાગે જવાનું તેના માટે સરળ બને છે. એકવાર આપણે માની લઈએ કે, ઈર્ષ્યાળુ માનવના હાથમાં લાકડી, બંદુક કે છરે ન પણ હોય તે પણ તેના આત્મિક દૂષણે એટલા બધા ખતરનાક હોય છે, જેને લઈ ગમે તેવાઓની સાથે વૈર-વિરોધ, લડાઈ અને જીભાજોડી કરતાં વાર લાગતી નથી. માટે જ દ્રવ્યપાપ કરતાં ભાવપાપ વધારે જોખમદાર છે. ઈષ્યને અર્થ આ પ્રમાણે છે :