________________
શતક ૪૦મું :
૪૮૧ પ્રમાણે ત્રણે વેદનું ઉપાર્જન કરીને આવનારા ભવમાં તે તે વેદોને ભેગવનારા બનશે.
કેવા કેવા અધ્યવસાય અને તે માટેના તેને કરવાથી કયે કયે વેદ ઉપાર્જિત થાય છે, તે જાણવું રસપ્રદ છે. પુરુષવેદ કર્મ બાંધવાનું કર્મ -
मन्द क्रोधकषायादिना स्वदार रतिप्रियताऽवक्रताऽनीालुत्वसत्यवादित्वादि भवनरूपत्वं पुरुषवेदस्य लक्षणम् ।
(આહ દર્શન દીપિકા ૩૬.) અદમ્ય પુરુષાર્થ વડે કષાયે જ્યારે મંદ તાકાતવાળા બનવા પામે છે, ત્યારે માનવનું જીવન સરળ, સ્વચ્છ, પરોપકારી અને સહિષ્ણુ બનતાં પુણ્યકર્મોને સંચય થવામાં વાર લાગતી નથી. ત્રણે વેદમાં પુરુષવેદને પુણ્ય પ્રકૃતિમાં ગણાવવાનું કારણ એક જ છે કે સ્ત્રી અને નપુંસકને પોતાને વેદ શાંત કરવા માટે પુરુષને આશ્રય લીધા વિના બીજો માર્ગ છે જ નહીં, માટે પુરુષ હરહાલતમાં પણ ભેતા છે તથા પિતાને અને સ્ત્રીને વેદ શાંત કરવા માટે સર્વતંત્ર સ્વતંત્ર છે.
પૂર્વભવના પુણ્યકર્મોના કારણે આ ભવે મેળવેલા પુરુષવેદને મેહાંધ કે કામાંધ બનીને જે બગાડવામાં ન આવે તે આવનારા ભમાં પણ તે ફરીથી પુરુષવેદને જ પ્રાપ્ત કરવા માટે હકદાર રહેશે, પછી ચાહે તે પુરુષાવતારમાં જન્મ, દેવાવતારમાં જન્મે, કે પશુ-પંખીના અવતારમાં જમે તે વાત જુદી છે. - પુરુષ-સ્ત્રી કે નપુંસક જે પિતાનું ચાલુ જીવન પવિત્ર બનાવશે, તે આ ભવની સ્ત્રી આવનારા ભવે પુરુષાવતારને પામશે, તથા નપુંસક પણ આવતા ભવે પુરુષ બનવા પામશે.