________________
४८०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે કષાયવંત જીવે છે તેમને અનેકષાયની માયા જરૂરથી હોય છે. કારણ કે કષાયોને ભડકાવનારા નેકષાય છે, તેમાં પણ પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદની માયા ઘણી જ જબરી હોવાથી તેના કારણે બીજા નેકષાયે પણ ભડકે છે, અને તેમ થતાં ચારે કષાયોની ચંડાલ ચેકડીમાં તે જીવાત્માને ફસાયા વિના છુટકે નથી. | વેદને મિથુનાભિલાષ અર્થ સમજ. ગમે તે ઉંમરમાં જ્યારે જીવાત્માને મૈથુન સેવવાની ઈચ્છા હોય ત્યારે પુરુષને પુરૂષ વેદ, સ્ત્રીને સ્ત્રીવેદ અને નપુંસકને નપુંસકવેદને ઉદય જાણ, અથવા મિથુનેચ્છાને પૂર્ણ કરવામાં તે તે સાધન દ્વારા ઉદીર્ણ અર્થાત્ તેને બળવતી કરીને જાણી બુઝીને નિમિત્તો ઉભા કરીને ઉદયમાં લાવેલે વેદકર્મ ભડકે બળ્યા વિના રહેતે નથી. વૃદ્ધાવસ્થામાં શરીરના ગાત્રે કે ઇન્દ્રિય ભલે ઠંડા પડી ગયા હોય તે પણ વેદકર્મના વેગને રોકવે ભારે કઠણ છે, કેમકે ભગવેલા ભેગેની સ્મૃતિ થતાં જ માનવનું મન ગમે તેવી સ્થિતિમાં પણ ચલાયમાન થયા વિના રહેતું નથી. સારાંશ કે મૃત્યુના ખાટલા પર પડેલા માનવને પણ ભગવેલી મધુરજનીઓની સ્મૃતિમાં સરકાવીને ભવાંતર બગાડવાની તાકાત વેદકર્મની છે. માટે જ :भुक्तनारी स्मरण मात्रेऽपि पुरुष वेदयति मुढीकरोतीति पुरुषवेदः । भुक्त नर स्मरणमात्रेऽपि स्त्रिय वेदयति मोहयतीति स्त्रीवेदः । भुक्त पुरुष स्त्री स्मरण मात्रेऽपि नपुंसक वेदयतीति नपुसकवेदः।
પૂર્વભવના કરેલા પાપ પુણ્યના ફળરૂપે આ ભવમાં ત્રણે વેદને અનુભવ કરનારા અને ફરી ફરીથી તેવા અધ્યવસાયમાં રમનારા જીવાત્માઓ પોતપોતાના અધ્યવસાયની યોગ્યતા