________________
૪૭૭
શતક ૪૦મું : તેવું વિશેષજ્ઞાન તે સાકારજ્ઞાન છે. તેવી રીતે જીભ પર પડેલે રસ લીંબુને છે પણ મોસંબીને નથી, પહેરેલ વસ્ત્ર રેશમી છે પણ સુતરાઉ નથી, સુઘેલ અત્તર ગુલાબનું છે પણ હીનાનું નથી, સંભળાતા શબ્દો મારી સ્ત્રીના જ છે બીજાના નથી, ઈત્યાદિ જ્ઞાનમાં વિશેષતા રહેલી હોવાથી મારા નાતામતિ વિશેન તિ જ્ઞાન સાપરજ્ઞાન” તેને સાકારો પગ કહેવાય છે.
મતિજ્ઞાનને વિકાસ જે પ્રમાણે સધા હોય તે પ્રમાણે માનવને સ્પષ્ટ કે અસ્પષ્ટ જ્ઞાન, ઘણી રીતે કે છેડી રીતે, તત્કાળ કે વિલંબથી જ્ઞાન થાય છે, તેમાં સ્પષ્ટ જ્ઞાન તે સાકારે પગ અને અસ્પષ્ટ જ્ઞાન તે નિરાકારે પગ છે.
સંજ્ઞી પંચેન્દ્રિય જીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, અને આઠે સ્પર્શ હોય છે. આમાં શુભ નામકર્મને ઉદય હેય તે શરીરને વર્ણ (રંગ) સારે હોય છે, તે પ્રમાણે રસ, ગંધ અને શરીરને સ્પર્શ પણ સારે હેય છે. અશુભ નામકર્મના કારણે શરીરને વર્ણ, કેઈને ન ગમે તે કાળો, પરસેવે કડવા રસને, બદબુ મારે તે તથા શરીરને સ્પર્શ કઠેર–ખરબચડો અને ઉષ્ણ હોય છે. જેમકે એક માનવને પરસેવે સુગંધમય અને બીજાને મરેલા જાનવરની જેમ દુર્ગધ મારતે હોય છે. એકના હાથપગના તળીયા તથા શરીરની ચામડી માખણ જેવી મુલાયમ અને બીજાની રીંછ તથા ભંડ જેવી ખરબચડી જાડી અને કઠોર હોય છે, તથા ઉચ્છવાસ અને નિઃશ્વાસવાળા હોય છે. આહાર કરનારા હોય છે.