________________
શતક- ૨૩મું
પહેલા વર્ગમાં સાધારણ વનસ્પતિમાં ગણાતી આલુ બટાટા મૂળા, આદું, હળદર, કંડરિક, જીરું, ક્ષીરવિરાલી, કિટ્ટી, કંદુ, કડસુ, મધુ, પાયલઈ, મધુસિંગી, નિરૂણ, સર્પ સુગંધા, છિન્ન રહા અને બીજરૂહા આદિ વૃક્ષેના મૂળાદિ દસ ઉદ્દેશ વંશવર્ગની જેમ જાણવા. વિશેષમાં તેમનું પરિમાણ જઘન્યથી એક સમયે એક-બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત જી આવીને ઉપજે છે. અપહાર માટે જાણવાનું કે યદિ તે અનંત જ સમયે સમયે બહાર કાઢીએ તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે પણ બહાર કાઢી શકાતા નથી. આયુસ્થિતિ બંને પ્રકારે અંતર્મુહૂર્તની જાણવી.
બીજા વર્ગમાં -લેહી, નીહ, થી, થિભગા, સિંહકણું, સીઉંઢી અને મુસું ઢીના દસ ઉદ્દેશા ચાલુ વર્ગની જેમ પરંતુ અવગાહના તાડવર્ગની જેમ જાણવી.
ત્રીજા વર્ગમાં -આય-કાય-કુડુણા, કુદરૂક, ઉષેતલિયા, સફ સેજજા, છત્રા, વંશાનિકા અને કુમારી આદિ ચાલુ વગની જેમ જાણવી.
ચોથા વર્ગમાં -પાઠા, મૃગવાલુંકી, મધુરસા, રાજવલી; પદ્મા, મેહરી, દંતી અને ચંડી આદિ વનસ્પતિઓ ચાલુ વર્ગની જેમ જાણવી.
પાંચમા વર્ગમાં:-મુદુગપણ, જીવક, સરસવ, કરેણુક, કાકેલી, ક્ષીર, કાકેલી, ભંગી, ણહી, કૃમિરાશિ, ભદ્રમુસ્તા,