________________
૪૭૧
શતક ૪૦મું :
ઉપર પ્રમાણે સમ્યકત્વવાસી આત્માનું કુટુંબ હેય છે. જેનાથી નવા પાપના દરવાજા બંધ થાય છે અને જુના પાપે એક પછી એક ગચ્છન્તી થતા જાય છે.
મિથ્યાત્વી આત્માનું કુટુંબ :
સમસ્યદર્શનથી વિપરીત મિથ્યાત્વ–મિથ્યાદર્શન છે અને જ્ઞાન-વિપરીત અજ્ઞાન છે. તેને માલિક મિથ્યાત્વીમિથ્યાદર્શની અને અજ્ઞાની હોય છે, જેની ચર્ચા પહેલાના ભાગમાં જુદા જુદા સ્થળેએ કરાઈ ગઈ છે. આત્મા જ્યારે મિથ્યાત્વ મેહનીય અવસ્થામાં ઝૂલતે હોય છે ત્યારે આત્માની અનંત શક્તિઓને બગાડનાર અનંતાનુબંધી કષાયેનું જોર વધેલું હોય છે અને મદિરાપાનના નશાબાજની જેમ આત્મા પણ મેહ માયાના પારણામાં ઝૂલતે હોય છે, માયાના ગાઢ બંધનમાં બંધાયેલું હોય છે. તે સમયે તે આત્માનું કુટુંબ કેવું હોય છે? તે જાણવાની સૌ કોઈને જરૂરત હોવાથી ચર્ચા કરી લઈએ. તે આ પ્રમાણે :
(1) આસક્તિ-આત્માનું ઘર છે, રહેઠાણ છે. એટલે કે આત્માના એક એક પ્રદેશ પર સંસાર અને સંસારના પ્રત્યેક પદાર્થની માયાના રંગ પુર્ણરૂપે લાગેલા હેવાથી પરપદાર્થ, પરભાવ અને પરધર્મ (હિંસા-જૂઠ-ચેરી–મૈથુન અને પરિગ્રહ આ પાંચે પાપ પરધર્મ જ છે) પ્રત્યે આત્માને અત્યંત આસક્તિ હોય છે.
(2) અવિરતિ-માતા તુલ્ય હેવાથી સંસારના ભાગ્ય તથા ઉપગ્ય પદાર્થોને ભેગવટામાં જ જીવનધન બરબાદ થાય છે.