________________
४७०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (10) પવિત્ર ભાવના–આધ્યાત્મિક જીવન માટે બખતર (કવચ)રૂપે સહાયક બને છે. જેને લઈને માનવીની ગંદી ભાવનાઓ વિદાય લે છે.
(11) સંતેષ-જ્યારે સેનાપતિના પદે બિરાજમાન થાય છે, ત્યારે આત્મારૂપી મહારાજા નિશ્ચિત અવસ્થા ભેગવવાને માટે લાયકાતવાળા બનવા પામે છે.
(12) સમ્યગજ્ઞાન-આત્માને અમૃતના ભેજન જેવું છે, જે ભેજનીયા એક જ વાર કરવામાં આવે તે અનાદિકાળના વૈકારિક, તામસિક, રાજસિક આદિ ભાવે નાશ પામ્યા વિના રહેતા નથી.
(13) સુમતિ-આત્માની પટ્ટરાણના સ્થાનને જ્યારે શોભાવે છે ત્યારે જ આત્માને અનુપમ, અદ્વિતીય અનુભવજ્ઞાન સુલભ બનવા પામે છે. તે આ પ્રમાણે –
કાયા કાચની બંગડી જેવી છે. ભેગવિલાસે નાગદેવના ફણુ જેવા ભયંકર છે. શ્રીમંતાઈ વિજળીના ચમકારા જેવી ક્ષણિક છે. સત્તા હાથીના કાન જેવી ચંચળ છે.
અને આયુષ્ય કે પિતાનું જીવન પણ પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે.
આવી રીતના અનુભવજ્ઞાનના પ્રતાપે જ માનવનું શરીર રૂપી રથ, ઈન્દ્રિયોરૂપી ઘડા, અને મનરૂપી સારથી ઉપર આત્મા નામના શેઠની પ્રભુતા ચિરસ્થાયીની બને છે, પરિણામે આત્માનું સમ્યફચારિત્ર તરફનું પ્રસ્થાન આગળ વધવા પામે છે.