________________
શતક ૪૦મું : તથા ઉપગ્ય પદાર્થોમાં સંયમપૂર્વક યોગી જીવનને અભ્યાસ કરવાને ભાવ થાય છે.
" (4) સમતા-રૂપી ધાવ માતાની ગેદમાં રમતે આત્મા પારકાના દેશે, પાપ, અપરાધે જોઈને કે સાંભળીને પણ પોતાના આન્તર જીવનમાં ક્રોધ, શેષ, ઈર્ષ્યા કે નિંદા આદિ વિકૃતિઓને પ્રવેશ થવા દેતું નથી.
(5) વિરાગતા–આત્માની બહેન રૂપે બનવા પામે છે, ત્યારે આના સહવાસમાં મનગમતાં પદાર્થો પ્રત્યે પણ વિરાગતા એટલે રોગરહિત જીવનદશાની પ્રાપ્તિ થાય છે.
(6) વિનય-આત્માને બંધુ બને છે, ત્યારે અસદુમાર્ગોને ત્યાગ તથા સદાચાર, સત્ય, પ્રામાણિકતા અને સૌ જી સાથે મૈત્રીભાવને વધારે થાય છે. | (7) વિવેક–આત્માને પુત્ર બને છે. વ્યવહારમાં પણ સુપાત્ર પુત્ર વૃદ્ધાવસ્થામાં આવેલા પિતાને માટે આંખને તારે બને છે, તેમ વિવેક ગુણ પણ જીવાત્માને માટે અન્તરચક્ષુ ( દિવ્યચક્ષુ) છે. જેનાથી અનાદિકાળની કુટે, પાપભાવનાઓ, ગંદી ચેષ્ટાઓ આદિને અંત થાય છે અને દિવ્યજ્ઞાન તરફ આત્માનું પ્રસ્થાન સુલભ બને છે. | (8) સમ્યકત્વ-જીવાત્માને માટે અક્ષય ભંડાર જેવું છે, જેના પ્રતાપે આત્માની શક્તિઓને વિકાસ થાય છે, ત્યારે કષાય નામને લુંટારે, કામદેવ નામને ગુડે, તથા રાગ-દ્વેષ આદિની શક્તિ સમયે સમયે ઘસાતી જાય છે.
(9) તપ-અશ્વરૂપે બને છે, જેના પર સવારી કરેલે આત્મા ઇન્દ્રિયના તથા મનના મહાવેગને કમજોર કરવામાં સમર્થ બનવા પામે છે.