________________
૪૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ, પુત્ર નથી કે પતિ નથી. આ સત્ય હકિકત હોવા છતાં પણ માનવ જીવનમાં જ્યાં સુધી મિથ્યાત્વનું જોર વધારે હોય છે ત્યાં સુધી જીન્દગીના છેલ્લા સમય સુધી પણ તેને કુટુંબની માયા હોય છે. પરંતુ સમ્યકત્વની શ્રેણી પ્રાપ્ત થયા પછી તે માયા ઓછી થાય છે અને જીવાત્માને ભાવકુટુંબ સાથે સંબંધ જોડાય છે. તે કુટુંબ કેવું હશે ? તેની રૂપરેખા નીચે પ્રમાણે જાણવી. સમ્યગ્દષ્ટિ આત્માને પરિવાર
(1) ઉદાસીનતા-આત્માને સુરક્ષિત રહેવા માટેનું ઘર છે, જેના પ્રતાપે બાહ્ય ઘર સંસારમાં રહેવા છતાં પણ તે આત્મામાં નિલેપતાને વાસ થાય છે. કહ્યું પણ છે કે –
“સમકિત દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાલ;
હૈયાથી અલગે રહે, યું ધાવ ખેલાવત બાળ.” હોસ્પીટલની નર્સ તત્કાળના જન્મેલા બચ્ચાને રમાડે, સ્નાન કરાવે અને અવસર આવ્યે સ્તનપાન પણ કરાવે. તોપણ અંદરથી સમજે છે કે બાલુડો મારો નથી. તેવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી જીવાત્માને સંસારમાં રહેવા છતાં પણ તેના પ્રત્યે માયા હેતી નથી.
વિરતિ–આત્માની માતા (MOTHER) છે, જેનાં કારણે સમાતીત ભેગોને તથા ભેગવિલાસને સ્વામી હોવા છતાં પણ સાધકના આન્તર, જીવનમાં ત્યાગધર્મ પ્રત્યે રુચિ બની રહે છે.
(3) ગાભ્યાસ-આત્માને પિતા છે, જેથી ભાગ્ય